Vadodara

એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે 20-25 ગાડીઓ વચ્ચે અકસ્માત

વડોદરા: રાજ્ય ભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હોવાની સમસ્યા સામે આવી છે. ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક સાથે 20થી 25 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી, માત્ર વાહનોને ભારે નુકશાન પહોંચ્યુ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગે એક્સપ્રેસ હાઇવેના ઇન્સીડન્ટ ઇન્ચાર્જ આર. કે પાન્ડેએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે સવારે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગાઢ ધુમ્મસ હોવાના કરાણે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આટલા વર્ષોમાં પહેલી વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યાં છે. જ્યાં 10 મીટરની પણ વિઝિબિલિટી ન હતી. જેના કારણે ઓવર ટેકીંગ લેન પર ચાલતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની પહોંચી નથી માત્ર વાહનોનોને નુકશાન પહોંચ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે અકસ્માતનો આ બનાવ અમદાવાદની હદમાં બન્યો છે. અમદાવાદથી 15 કી.મીની દુરી પર આ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

વહેલી સવારે અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહીવત હોવાથી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ધુમ્મસવાળા વાતાવરણથી શહેરીજનોએ જાણે હિલ સ્ટેશનનો આનંદ માણ્યો

વડોદરા: શહેર-જિલ્લામાં ગઈકાલે મધ્યરાત્રિથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ ને લીધે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. આજે સવારે 10 વાગ્યા સુધી ધુમ્મસ અને વાદળછાયું હવામાન વધ્યું હતું. જેથી સુરજ દાદાના દર્શન પણ મોડા થયા હતા.

સવારે ગાઢ ધુમ્મસના કારણે નગરજનોને વાહન ચલાવવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસની સાથે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. શનિવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઊતરી આવ્યું હતુ. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ-સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. 

 ખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. લો વિઝિબિલિટીને કારણે વાહનવ્યવહાર ધીમો થઈ ગયો હતો, જ્યારે રોજગારી માટે જતા લોકોને  મુશ્કેલી પડી હતી. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top