Vadodara

લક્ષ્મીપુરાની ગ્રીન લેન્ડ સોસાયટીમાં અવર જવર માટે કાયમી રસ્તો આપો: કલેક્ટરને આવેદનપત્ર


*મુંબઈ— વડોદરા એક્સપ્રેસ હાઈવેના બાંધકામનાં કારણે બંધ થઈ ગયેલો રસ્તો, તાત્કાલિક અસરથી આ મિલકત પૈકીનો કોમન પ્લોટ રોડમાં સંપાદિત થયેલો હોઇ વળતર અપાવવા પણ માંગ કરાઇ*


(પ્રતિનિધિ) વડોદરા તા. 13


વડોદરા જિલ્લાના વડોદરા થી પાદરા જતાં રોડnપર સમયાલાની સીમના પેટા પરામા આવેલ લક્ષ્મીપુરા ખાતે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવેના કારણે જમીન સંપાદન કરવામાં આવી હતી. અહીં ઘણા સમયથી આ જમીન સંપાદનમા કોમન પ્લોટ પણ ગયેલ જેનું વળતર આજદિન સુધી આપવામાં આવ્યું નથી. બીજી તરફ અહીં આવેલ ગ્રીનલેન્ડ સોસાયટીમાં અવરજવર માટે રોડ રસ્તો ન હોવાથી લોકોને ખૂબ જ હાલાકી ઉઠાવવાનો વારો આવી રહ્યો છે.
હાલ ચોમાસાની ઋતુ દરમિયાન રાત્રિ- દિવસ દરમિયાન વયોવૃધ્ધ, સર્ગભા મહિલાઓ તથા અન્ય કોઈ આકસ્મિક ધોરણે હોસ્પિટલમાં કોઈને લાવવા-લઈ જવા, નોકરીયાતોને નોકરી/કામ ધંધાએ જવા- આવવામાં તેમજ અભ્યાસ કરતાં બાળકોને આવવા-જવા તેમજ મહિલાઓને બજારના કામે આવવા- જવામાં વિગેરેમાં ઘણી તકલીફ પડી રહી છે.જો આવા સમયે કોઇ આકસ્મિક સમસ્યા સર્જાય તો તેના માટે જવાબદાર કોણ?માટે વહેલી તકે અહીં રસ્તો તથા જમીન સંપાદન વળતર આપવામાં આવે તેવી માંગ સાથે રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.

Most Popular

To Top