Chhotaudepur

કવાંટના છોડવાનીથી ઉસેલા ગામે જતાં ગરનાળું ધોવાયું, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો

કવાંટ તાલુકાના છોડવાની થી ઉસેલા ગામે જવાનો પાંચ કિ.મી નો રસ્તો જે હાલમાં જ બનેલ હોય જે રોડ પર આવેલું ગરનાળુ સંપૂર્ણ ધોવાણ થતા ૧૦ થી ૧૫ ગામો વચ્ચે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે  એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ નથી.
કવાંટ તાલુકા માં ચોમાસાના આગમન સાથે જ માર્ગ અને મકાન વિભાગ ના કર્મચારી અને કોન્ટ્રાક્ટની મિલી ભગત દ્વારા બનાવવામાં આવેલ આ રસ્તાઓ જે ચોમાસાના આગમન સાથે જ ધોવાણ થઈ જતા તંત્રની પોલ ઉઘાડી પડી છે. કવાંટ તાલુકાના અંતરિયાળ  ડુંગર વિસ્તારના ગામોને જોડતો રસ્તો છોડવાનીથી ઉસેલા ગામને જોડાતો રસ્તાની ચાર મહિનામાં જ બિસ્માર હાલત થઈ ગઈ છે. ઠેર ઠેર ગાબડા પડી રહ્યા છે. છોડવાનીથી ઉસેલા જતા માર્ગ પર આવેલ ગરનાળુ સંપૂર્ણ ધોવાણ થઈ જતા 10 થી 15 ગામો વચ્ચે અહીંથી વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે આ ગામોમાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચે તેમ નથી.  ચાર મહિના પહેલા જ બનેલો માર્ગ ચોમાસામાં મોટા ગાબડા પડી ગયા છે. ગરનાળુ પણ સંપૂર્ણ ધોવાઈ ગયું છે. કોન્ટ્રાક્ટર અને સરકારી કર્મચારીઓની મિલીભગત ના કારણે અહીં પ્રજા મુશ્કેલી પડી રહી છે

Most Popular

To Top