Gujarat

આગામી 24 કલાક માટે ઉત્તર- મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

ગાંધીનગર: આગામી 24 કલાકની અંદર ઉત્તર , મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જયારે આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 116 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠાના ભાંભરમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, રાજયમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ , દાહોદ , મહીસાગર, વડોદરા , છોટા ઉદેપુર, સુરત , ડાંગ , તાપી, નવસારી વલસાડ અને દમણ , દાદરા નગર હવેલી ખાતે આગામી 24 કલાક દરમ્યાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, તા.10મી ઓગસ્ટના રોજ રાજયમાં સરેરાશ 116 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠાના ભાંભરમાં 2 ઈંચ , ખેડાના કઠલાલમાં 1.4 ઈંચ , અરવલ્લીના બાયડમાં 1.3 ઈંચ , કપડવંજમાં 1 ઈંચ , ધ્રાગધ્રામાં 1 ઈંચ , અમદાવાદના દસક્રોઈમાં 21 મીમી , ભાવનગરના ઘોઘામાં 17 મીમી , આણંદના સોજીત્રામાં 17 મીમી , મહેમદાવાદમાં 15 મીમી જેટલો વરસાદ થયો હતો. રાજયમાં છેલ્લા 24 કલાક દરમ્યાન સરેરાશ 136 તાલુકાઓમાં વરસાદ થયો હતો.જેમાં છોટા ઉદેપુરમાં 2.3 ઈંચ જેટલો વરસાદ થયો હતો. સમગ્ર રાજયમાં ચોમાસાની મોસમનો સરેરાશ 69.64 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 87.17 ટકા , ઉત્તર ગુજરાતમાં 52.06 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 52.67 ટકા , સૌરાષ્ટ્રમાં 78.49 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.17 ટકા જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top