Vadodara

વડોદરા : શ્રાવણના પ્રથમ શનિવારે હનુમાનજી દાદાને છત્રીના હિંડોળા,ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારે વિવિધ હિંડોળા દર્શનનું આયોજન :

( પ્રતિનિધિ ).વડોદરા,તા.10

શ્રાવણ માસનો આજે પ્રથમ શનિવાર હોય સવારથી શહેરના હનુમાનજી દાદા ના મંદિરોમાં ભક્તો દર્શનાથે ઉમટ્યા હતા જ્યારે તરસાલી ગામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દાદા ને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા.

શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી પ્રારંભ થયો છે.આ વખતે અનોખો સંયોગ રચાયો છે. શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે.શ્રાવણ માસમાં સોમવાર એટલે કે ભગવાન મહાદેવનું અને શનિવાર એટલે સંકટમોચન હનુમાનજી દાદા નું પૂજન અર્ચન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે.

શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોય તરસાલી ગામ તળાવ પાસે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મારુતિ મંડળ દ્વારા દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા છે. ત્યાર પછીના આવતા શનિવારે ફૂલોના હિંડોળા ત્યાર પછીના શનિવારે નાના ઢીંગલા ઢીંગલીના હિંડોળા અને છેલ્લા શનિવારે 12 જ્યોતિર્લિંગના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ જણાવ્યું હતું.

Most Popular

To Top