Gujarat

રાજ્યમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા.૧૦મી ઓગસ્ટે રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થશે.

તા.૧૧મી ઓગસ્ટે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાથે યોજાશે.તા.૧૨મી ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન છે જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉપસ્થિતિમાં કાર્યક્રમો સાથે તિરંગા યાત્રા નિકળશે. તિરંગા યાત્રાનું સમાપન તા.૧૩મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો સાથે થશે.

ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મીથી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સુધી યોજાશે.

Most Popular

To Top