Sports

ગોલ્ડનું સપનું ચકનાચૂરઃ વિનેશ ફોગાટ ફાઈનલ મેચ પહેલાં ડિસ્ક્વોલિફાઈ થઈ, જાણો શું છે મામલો?

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુશ્તી 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. વજન વધારે હોવાના કારણે તેને ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. મંગળવારે તેણે સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવી હતી. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી.

બુધવારે એક આઘાતજનક ઘટનાક્રમમાં વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. કારણ કે વિનેશનું વજન મહિલાઓની 50 કિગ્રા સ્પર્ધાની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધુ હતું. વિનેશે મંગળવારે રાત્રે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો હતો. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે તેનું વજન વધારે હોવાનું જણાયું હતું. નિયમો આને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે.

ગેરલાયક ઠરવાનો અર્થ એ થાય છે કે વિનેશ ફોગાટે ખાલી હાથ ભારત પરત ફરવું પડશે. કારણ કે આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર વજન વધુ હોવાના સંજોગોમાં પહેલવાન યાદીમાં છેલ્લા સ્થાન પર રહે છે. રેન્ક વિના વિનેશને અંતિમ સ્થાન પર મુકી દેવાશે.

શું છે મામલો?
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વિનેશ ફોગાટ વધુ વજનના કારણે ગેરલાયક ઠર્યા છે. એસોસિએશને કહ્યું, ભારતીય દળને એ વાતનું દુ:ખ છે કે વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં આજે સવારે તેનું વજન માત્ર 50 કિગ્રાથી વધુ હતું. આ સમયે ટીમની ટિપ્પણી ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરે છે.

સેમિફાઇનલમાં વિનેશનો વિજય
મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી વિનેશ 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં વિનેશે ક્યુબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

ફાઇનલમાં વિનેશનો મુકાબલો
અમેરિકાની આ રેસલર સાથે હતો. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

માતાને ગોલ્ડ જીતવાનું વચન આપ્યું હતું
ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ વિનેશે તેની માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. વિનેશે તેની માતા અને પરિવાર સાથે વાત કરતાં ગોલ્ડ મેડલ જીતવાનું વચન આપ્યું હતું. જોકે હવે તે આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. 

વિનેશ ફોગાટ બેભાન થઈ
પેરિસ ઓલિમ્પિક્સમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટની તબિયત બગડી છે. તે બેભાન થઈ હોવાના સમાચાર સાંપડ્યા છે. વિનેશને પેરિસના એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેણીને આઈવી ફ્લુઈડ આપવાની ભલામણ કરાઈ છે. ડિહાઈડ્રેશનના લીધે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

વડાપ્રધાને લખ્યું, તમે ચેમ્પિયન છો
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું કે, વિનેશ તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો. તમે ભારતનું ગૌરવ છો. અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની અસફળતા દુઃખી કરે છે. કાશ, હું શબ્દોમાં આ નિરાશાને વ્યક્ત કરી શક્યો હોત જે હું અનુભવું છું. હું એ પણ જાણું છો કે પડકારોનો સામનો કરવો એ તમારો સ્વભાવ રહ્યો છે. તમે મજબુત બની પરત ફરશો. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

Most Popular

To Top