બેરોજગારી, અપૂરતું વળતર અને વેતન આર્થિક અને માનસિક સામનો કરવો પડે છે. ભારત સરકાર શિક્ષિતોને વધુ સગવડ આપે તો છે પણ તેની યોગ્ય આવડતને તક મળતી નથી. વિદેશોમાં જ્ઞાન વિજ્ઞાનની કદર થાય છે ત્યાં ભૌતિક સગવડ ચોખ્ખા હવામાન, તબીબી સેવાઓ વિગેરે ત્યાં ભારત જેવો ભેદભાવ નથી. પ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ (લાયકાત વગરના) પ્રજાના કરવેરાના નાણાંનો દુરુપયોગ કરે છે. વહીવટી તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદે છે. યુનિવર્સિટીએ ડોનેશન વગર એડમિશન આપતી નથી. હોંશિયાર ગરીબ વિદ્યાર્થીને તક મળતી નથી અને આર્થિક શોષણનો ભોગ બને છે.
અનિલ શાહ – અડાજણ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોઇ પણ ટીકા-ટિપ્પણ વિના
આશરે 73 ટકા ભારતીય નાગરિકો નાસ્તા ખરીદતાં અગાઉ એમાં વપરાયેલ સામગ્રી અને પોષણમૂલ્યો વિશે વાંચે છે. ભારતમાં દર વર્ષે 25 હજારથી વધુ વ્યકિતનાં મૃત્યુ લૂ લાગવાથી થાય છે. દર વર્ષે પૂરથી ભારતને લગભગ 5650 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. ભારતીયોને સાયબર ક્રાઇમથી વર્ષે 25 લાખ કરોડનો ચૂનો ચોપડાય છે. દેશમાં અંદાજે 17 ટકા લોકો પાસવર્ડ અસુરક્ષિત રીતે સાચવે છે. NCRBના રિપોર્ટ મુજબ 2013થી 2022 દરમિયાન દેશમાં 67 હજાર કરોડથી વધારે મૂલ્યની મતા ચોરાઇ છે.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.