તારીખ ૧૨ મી જાન્યુઆરીએ “દીકરી દિવસ”ગયો, ખેર, જે ઘરે દીકરીનો જન્મ થાય છે એ ઘરનો પિતા રાજા હોય છે કેમ કે, રાજકુમારીને સાચવવાની તાકાત ફક્ત રાજામાં જ હોય છે.!! અત્રે ઉલ્લેખનીય એ છે કે,રાજા દશરથને દીકરી સુખ નો’હતું,હિન્દુ માન્યતા અનુસાર એ ‘ દેવી લક્ષ્મીજી’ અને મુસ્લિમ સમાજ મુજબ એ ‘રહેમત’(દયા) છે,કુદરતના શપિતને ત્યાં દીકરી હોતી નથી માટે તેને દીકરીની કંઈ જ કિંમત હોતી નથી,આડા પાટે એક આડ વાત…!
વિશ્વમાં વધુ ને વધુ દીકરીઓને પરણાવી કન્યાદાનનું સૌભાગ્ય મહેશ સવાણીને ફાળે જાય છે જે અભિનંદનીય છે મૂળે અને મુદ્દે…! “માતા” ની મિત્ર છે દીકરી, “પિતા” નો પ્રેમ છે દીકરી, “દાદી” ની વહાલી છે દીકરી, “સંબંધ” ની સરિતા છે દીકરી, “પ્રેમ” નો પ્રવાહ છે દીકરી, “કુટુંબ” નો કિલકાર છે દીકરી, “વાત્સલ્ય” નો રણકાર છે દીકરી, “મર્યાદા” ની મુરત છે દીકરી, “સંસ્કારો” ની સૂરત છે દીકરી,
“બલિદાન” ની પરાકાષ્ઠા છે દીકરી, “પુણ્ય” નો પ્રભાવ છે દીકરી, “કલિયુગ” નું સત્ય છે દીકરી, “પરિવાર” નો પરિચય છે દીકરી,”પવિત્રતાની પ્રતિમા છે દીકરી, આવતી કાલની પેઢીની “મા” છે દીકરી. દિલનો કટકો છે દીકરી ! અંતે, દીકરીઓ હોવાના પ્રશ્નને હું ખૂબ ખુશનસીબ છું !
સુરત – સુનીલ રા.બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.