કાનની કરુણતા એ છે કે વખાણ આંખના થતા હોય પણ સાંભળવાનું તો કાનથી થાય છે. આંખની કાળજી લેવાય એટલી મોટે ભાગે કાનની કાળજી ઓછી લેવાય છે. મગજને એકિટવ રાખવાનું કામ મગજ કરે છે. મગજને ધબકતું રાખવા માટે કાન સતેજ હોય છે. કોઇ વાર આંખ ગુનો કરે અને કાનને સજા થાય છે.
શિક્ષકો, વડીલો, ગુનો કરનાર પાસે કાન પકડાવી માફી મંગાવે અને સંકલ્પ લેવડાવે. કેટલાક કાનને ‘કાચા કાનનો’ કહી ધૂળનો કરી નાખતા અચકાતાં નથી. કાનનો આભાર માનવો જોઇએ. કાનનું અસ્તિત્વ જ ન હોત તો આંખોને ઠંડક ગોગલ્સ પહેરવાવાળા અને ચશ્મા પહેરવાવાળાની ચશ્માની દાંડીનો ભાર કાન સહન કરે છે.
ખરેખર કાન જેવો સંયમી અને સહનશીલ કોઇ નથી. માટે કાનને ગુરુ માનવાનો હોય. કાન કેટલાય લોકોનું સાંભળતો હોય. ભગવાને બે કાન આપ્યા છે તેથી ડેડસ્ટોક જમા થતો નથી. સ્ત્રીનો કાન સાંભળેલું બધું મોઢા વડે બહાર કાઢી નાખે છે. પુરુષોનો કાન સાંભળેલું બીજા કાન વડે બહાર કાઢી નાખે છે.
સુરત – સુવર્ણા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.