Charchapatra

જી. એસ. ટી. ની નવી સીસ્ટમ

ડિસેમ્બર મહિનાનું જી. એસ. ટી. ટેક્સ કલેકશન 1 લાખ 15 હજાર કરોડ રૂપિયા જેટલું થયું  છે જે રેકોર્ડ છે. તેનું કારણ જી. એસ. ટી. રીટર્ન ભરનારા અમુક લોકો બોગસ બીલો રજૂ કરી જી. એસ. ટી. ની ક્રેડીટ રીફંડ મેળવી લેતા હતા પરંતુ હવેથી આવી ગોબાચારી થઈ શકવાની નથી.

હવેથી જે પણ જી. એસ. ટી. રીટર્ન ભરાયાં હશે તે રીટર્નના આંકડા આઇ.ટી. રીટર્ન સાથે મેચ કરવામાં આવશે. જો જી. એસ. ટી. ના રીટર્ન અને  આઇ.ટી. રીટર્ન સાથે મેચ ન થાય તો તેવા ફ્રોડ કરનારાઓને જેલભેગા કરવામાં આવશે.

છેલ્લા બે મહિનામાં આવા 180 જેટલા કેસો પકડાયા છે અને તેઓનો ગુનો એટલો સંગીન છે કે તેઓને જામીન પણ મળી શકયા નથી. દેશમાં જી. એસ. ટી. ટેક્સ પેયરની સંખ્યા  1 કરોડ 20 લાખ જેટલી છે તેમાં મુઠ્ઠીભર ફ્રોડ કરનારાઓને કારણે ઇમાનદાર ટેક્સપેયર  પર અને દેશની આવક પર તેની અસર પડે છે.

હવેથી જી. એસ. ટી. અને આઈ. ટી. ના રીટર્નના આંકડા મેચ ન થાય તો તેવા ગુનાહિત કરતૂત કરનારાઓની હવે ખેર નથી. જી. એસ. ટી. ની નવી સીસ્ટમથી હવે ખોટાં બીલો રજૂ કરી કરોડો રૂપિયાનું રીફંડ મેળવનારાઓ હવે પકડાઇ શકે છે.    

સુરત       – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top