Vadodara

નામચીન હર્ષિલ લિમ્બાચીયાએ ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશનના બહાને 25 લાખ ખંખેર્યા

વડોદરા; શહેરના વાસણા જકાત નાકા પાસે આવેલી સુંદર નગર સોસાયટીમાં રહેતા સત્ય આનંદકુમાર રઘુએ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સિવિલ કોન્ટ્રાક્ટર ના કામ સાથે સંકળાયેલા છે. સંતાનમાં ગ્રીષ્મા નામે એક દીકરી છે.

વર્ષ 2017માં ગ્રીષ્મા ધોરણ 12 માં સારા માર્ક્સ સાથે પાસ થયેલ હોય તેણે મેડીકલ કોલેજમાં એડમિશન લેવાનું હતું તેથી તેણીએ આજ વર્ષમાં “નીટ”  ની પરીક્ષા આપી હતી .તેથી અમે મેડિકલમાં એડમિશન માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ ની વેબસાઈટ પરથી એમ.બી.બી.એસ તથા બી.ડી.એસ ના કોર્ષ માટે ઓનલાઇન કાઉન્સિલિંગ પ્રોસેસ પૂરો કર્યો હતો.

જે કોર્ષ પૂર્ણ કર્યા બાદ અમારી દીકરીને અમદાવાદ શહેરમાં સીટ ફાળવવામાં આવી હતી. પરંતુ અમારી એકની એક દીકરી ગ્રીષ્મા નું એડમિશન વડોદરા શહેરમાં મળી જાય તે માટે અમે પ્રયત્નશીલ હતા. દરમિયાનમાં ભાયલી રોડ ખાતે રાજપથ કોમ્પ્લેક્સ નાના બાળકો ના કલાસીસ ચાલે છે.

જેમાં કેયા રાજેશ રાયચુરા જેઓ ઇગ્લીંશ ના ટીચર છે. તેમને ગ્રીષ્મના એડમિશન અંગેની જાણકારી હતી તેથી કેયાબેને મને જણાવેલું કે હું એમ.એસ. યુનિવર્સિટીમાં હતી તે વખતે હર્ષિલ લીમ્બાચીયા કોલેજમાં વિદ્યાર્થી લીડર હતો.

હર્સીલને રૂપિયા 7.93000/- રોકડા આપ્યા હતા અને તારીખ 16 -8 -17 ના રોજ ૩૫,૦૦૦ હર્ષિલ ના બેંક.ઓફ.બરોડા ના ખાતામાં મારી બેંક આઇ.સી.આઇ.સી.આઇ માંથી ટ્રાન્સફર કરાવ્યા હતા. સાથે અગાઉ નક્કી કરેલા બાકીના રૂપિયા વહેલી તકે જમા કરાવવાનું કહેતા અમે તેના ખાતામાં તારીખ 19- 8 -17 ના રોજ બીજી એક લાખની અને તારીખ 23 -8 -17 ના રોજ રૂપિયા 3.50 લાખ ના ઓનલાઇન ટ્રાન્સફર તેના ખાતામાં કર્યા હતા.

દરમિયાન હર્ષિલે અમને તારીખ 21-8-17 સુધીમાં એડમીશન અપાવી દેવાની વાત કરી હતી પરંતુ તેના પર ભરોસો રાખીને અમે એડમિશન ની રાહ જોતા હતા. કહેલ તારીખે  એડમિશન અપાવ્યું ન હતું. જેથી અમે તેના રોજ રોજ સંપર્કમાં રહેતા હોઇ. ફરી  તારીખ 29.8.17 ના રોજ મારા મોબાઈલ માં વોટસએપ પ્રોવીજનલ એડમીશનનો લેટર  મોકલી આપ્યો હતો.

લેટર ઉપર મેમ્બર સેક્રેટરી ઓફ મેનેજમેન્ટ એડમિશન કમિટી એન્ડ ચેરમેન જી.એમ.ઇ.આર.એસ એડમિશન કમિટી તથા ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી વડોદરાના ગોળ સિક્કા વાળો લેટર અમને આપ્યો હતો.

અમને જણાવ્યું હતું કે આ એડમિશન માટે ઓફિસમાં વધારાનો ખર્ચ થયેલ છે આજે જ આ ખર્ચા રુપિયા 1.10 લાખની માંગણી કરી હતી આ સમયે હું બહારગામ  હોવાથી મારી પત્ની અને દીકરીએ એચડીએફસી બેન્ક વાસણા રોડ ની શાખા પર હર્ષિલ ને બોલાવી ઉપરોક્ત રકમ આપી હતી.

તે જ દિવસે હર્ષિલે ગ્રીષ્માં ના તમામ અસલ સર્ટીઓ લઈ લીધા હતા અને જણાવ્યું કે તમે પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ કોર્સ ના પુસ્તકો અને લેપટોપ ખરીદી લો. જેથી અમે 2.18.000/- નો ખર્ચ કરી બુકસ અને લેપટોપ ખરીદ કર્યા હતા.

ગ્રીષ્મા એ એમબીબીએસ પ્રથમ વર્ષની તૈયારી શરૂ કરી હતી. ત્યારબાદ મને હર્ષિલે એમ.એસ. યુનિવર્સીટીની મેન બિલ્ડીંગ  માં બોલાવી ને જણાવે કે આપણે એનઆરઆઈ ફોટામાંથી એડમિશન લીધેલું તે હવે કેન્સલ કરાવુ પડશે અને મેનેજમેન્ટ કોટામાં ફરીથી એડમિશન કરાવવું પડશે. તમારે બીજા રૂપિયા 7.86 લાખ થશે.

એડમીશન અપાવી દેશે તેમ લાગતા અમે તેને તબક્કાવાર રકમ રોકડા ૫૦ હજાર બાકીના રૂપિયા ૫.૬૦ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા. તેમ છતાં હર્ષિલ લીમ્બાચીયાએ મારી દિકરીનું એડમીશન કરાવ્યું ન હતું.છળ કપટ અને વિશ્વાસઘાત કરનાર હર્ષિલ લીમ્બાચીયા (રહે એ/1 ,501 શ્રી સિધ્ધેશ્ર્વર હેવન ફલેટ ,કલાલી ) વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top