વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં વધઘટ થયા કરે છે. બપોરે થોડી ગરમીનો પણ અહેસાસ થાય છે અને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી પણ વર્તાય છે. થોડા દિવસો પહેલાં જિલ્લામાં ઠંડીનું (Cold) પ્રમાણ ઘટી ગયું હતું. જો કે, છેલ્લા બે દિવસથી ઉત્તરાયણ બાદ ફરી અનુભવાઈ રહી છે. શનિવારે લઘુત્તમ તાપમાન (Temperature) 11.5 ડિગ્રી હતું, રવિવારે 13 થઈ ગયું છે. મહત્તમ તાપમાનમાં પણ થોડા ફેરફારમાં 34 બાદ આજે 33 ડિગ્રી થઈ ગયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું હતું.
નવસારી જિલ્લામાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, બપોરે ગરમી
નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન ગગડી રહ્યું છે. જેના પગલે ફરી ઠંડીમાં વધારો થઈ રહ્યો હતો. શનિવારે મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાતાં જિલ્લામાં ઠંડી વધી હતી. રવિવારે મહત્તમ તાપમાન નહિંવત ગગડતાં 30.2 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી વધતાં 15.8 ડિગ્રી નોંધાતાં ગરમીનો અહેસાસ થયો હતો. જો કે, જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી 0 વિઝિબિલિટીમાં બાઈક ચાલકોને બાઈક ચલાવવામાં તકલીફ પડે છે. જો કે, રવિવારે તાપમાન વધતાં બપોર બાદ ગરમીનો અહેસાસ થયો હતો. રવિવારે સવારે ભેજનું પ્રમાણ 100 ટકા હતું. જે બપોર બાદ ઘટીને 65 ટકાએ રહ્યું હતું. રવિવારે ઉત્તર-પશ્ચિમ દિશાએથી દિવસ દરમિયાન 2.7 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.