SURAT

વરાછા ઓવરબ્રિજ પર વિચિત્ર અકસ્માતઃ દોડતી બસનું ટાયર નીકળ્યું, રિક્ષાને બચાવવા જતાં કાર-ટેમ્પો અથડાયા

સુરતઃ પોલીસના પ્રયાસના પગલે શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો ઉભા રહેતા થઈ ગયા છે, પરંતુ હજુ પણ વાહનચાલકોમાં વાહન ચલાવવાની સેન્સ ડેવલપ થઈ નથી. ખાસ કરીને રિક્ષા, ટેક્સી, ટેમ્પો અને બસ જેવા કમર્શિયલ વાહનો ચલાવનાર વાહનચાલકો આડેધડ બેફામ વાહનો હંકારતા હોય છે. આ કમર્શિયલ વાહનોના લીધે ક્યારેક શહેરના રસ્તાઓ પર વિચિત્ર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે.

આવી જ ઘટના આજે તા. 3 ઓગસ્ટને શનિવારના રોજ વરાછાના ફ્લાય ઓવર બ્રિજ પર બની છે. રિક્ષા સાથે અક્સમાત ટાળવા જતા ઓવર બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે.

વરાછા મેઈન રોડ ઓવરબ્રિજ પર વિચિત્ર રીતે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાને બચાવવા જતા બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેની પાછળ ટેમ્પો અને કાર પણ અથડાયા હતા. વરાછા ઓવરબ્રિજ પર પસાર થઈ રહેલી મુસાફરોથી ભરેલી એસટી બસ આગળ જતી રીક્ષાનું ટાયર નીકળી ગયું હોવાથી તેને બચાવવા અચાનક બસના ડ્રાઈવરે બ્રેક મારી હતી. જેથી ડિવાઇડર સાથે બસ અથડાઈ હતી. જોકે, બસના ચાલકે અચાનક બ્રેક મારી હોવાથી તેની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પો અને એક કાર અથડાઈ હતી. જેથી ત્રણેય વાહનોમાં ભારે નુકસાન થયું હતું.

એસટી બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. પરંતુ બસ ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. લોકોએ કહ્યું કે, રીક્ષાથી લઈને તમામ વાહનોને માત્ર નુકસાન થયું છે. જ્યારે લોકોને કઈ જ ન થયું હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જોકે, આ ત્રિપલ અકસ્માતના લીધે વરાછા ફ્લાય ઓવર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના લીધે લોકો હેરાન થયા હતા. ટ્રાફિક પોલીસે દોડી જઈ વાહન વ્યવહાર પૂર્વવત્ત કરવો પડ્યો હતો.

Most Popular

To Top