SURAT

મસાજના બહાને અડાજણના સ્પામાં લલનાઓ સ્પેશ્યિલ સર્વિસ આપે છે, પોલીસે પર્દાફાશ કર્યો

સુરતઃ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારના વેપલો ચાલતો હોવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યાં છે. પોલીસ હજુ સુધી આ દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરી શકી નથી. આજે વધુ એક સ્પા અને મસાજ પાર્લરમાં કુટણખાનું પકડાયું છે.

આજે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરો ચેક કરવા માટે પેટ્રોલીંગમા ટીમ નિકળી હતી. પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે અડાજણ અડાજણ ભુલકાભવન જલારામ હોન્ડા શો રૂમ બેંક ઓફ બરોડાની પાછળ દુકાન નંબર 23 માં સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી.

પોલીસને સ્પા/મસાજ પાર્લરની આડમાં મસાજના નામે આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલત પુરી પાડે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એક બોગસ ગ્રાહક તૈયાર કરી તેને બાતમી અંગે સમજ વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ મોકલાયો હતો. બાદમાં રેઇડ કરતાં બોગસ ગ્રાહક તથા મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સ્પાનુ સંચાલન કરતા સંચાલકને બોલાવી તેના નામ ઠામની ખાત્રી કરતાં આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ મસાજ પાર્લરમાં તથા પોતે અહીં સંચાલક તરીકે નોકરી કરે છે તેમ જણાવ્યું હતું.

પોલીસે સ્પાના માલીક બાબતે પુછપરછ કરતાં સ્પાના માલીક નામે મયુરભાઈ નાઈ હોવાનું જણાવ્યું હતું. સ્પા/મસાજ માટે કુલ 4 લલનાઓ બહારથી લાવી રાખી, સ્પા/મસાજની આડમાં દેહવેપારનો ધંધો કરી-કરાવતા હતા. સ્પા/મસાજ માટે આવતા ગ્રાહકોને શરીરસુખ માણવા જેવી સવલતો પુરી પાડી કુટણખાનું ચલાવતા હતા.

લલનાઓ પાસે પોતાના આર્થીક ફાયદા માટે દેહ વેપારનો ધંધો કરાવી કમિશન કાઢતા હતા. લલનાઓને કમાણીનો સાધન બનાવવામાં આવતી હતી. પકડાયેલા આરોપીમાં સંચાલક આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ જ્યારે વોન્ટેડ આરોપી સ્પા માલીક મયુરભાઈ નાઈ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

Most Popular

To Top