સુરત: (Surat) શહેરમાં શનિવારે માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ ન હતું. કુલ મૃત્યુઆંક 848 પર પહોંચ્યો છે. લાંબા સમય બાદ હવે કેસોમાં થઈ રહેલો સતત ઘટાડો (Reduction in cases) જોતાં લાગી રહ્યું છે કે જાણે વેક્સિન (Vaccine) આવતાં જ સુરતમાંથી કોરોનાએ પોતાના વળતા પાણી કરી લીધા છે.
શહેરમાં ઘણા સમય પછી કોરોના સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે લિંબાયત ઝોનમાં (Limbayat Zone) એક પણ કેસ નોંધાયો ન હતો. શહેરમાં લગભગ 9 માસ બાદ કોઈ ઝોનમાં એક પણ કેસ નોંધાયો નથી જેથી તંત્રને પણ ઘણી રાહત મળી છે. સાથે જ શહેરમાં પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે શહેરમાં માત્ર 80 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 38,479 પર પહોંચ્યો છે. શનિવારે એક પણ મોત શહેરમાં નોંધાયુ ન હતું. કુલ મૃત્યુઆંક 848 પર પહોંચ્યો છે. શહેરમાં ધીરે ધીરે હવે દરેક ઝોનમાં પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ઘણા દિવસો બાદ લિંબાયત ઝોનમાં એક પણ કેસ નોંધાયો ન હચો જ્યારે ઉધના ઝોનમાં માત્ર 4 જ પોઝિટિવ દર્દી નોંધાયા હતા.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 11
- વરાછા-એ 09
- વરાછા-બી 09
- રાંદેર 15
- કતારગામ 12
- લિંબાયત 00
- ઉધના 04
- અઠવા 20
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત 16 કેસ
સુરત: સુરત ગ્રામ્ય વિસ્તારના 16 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેમાં તાલુકા મુજબ જોઇએ તો ચોયાર્સી તાલુકામાં 5,ઓલપાડમાં 4,પલસાણામાં 4 અને બારડોલી,માંડવી તેમજ માંગરોલમાં 1-1-1 કેસ કોરોના પોઝીટીવ નોંધાયો છે.
સુરતમાં વેક્સિનેશનની સફળ શરૂઆત
ગુજરાત સહિત સુરતમાં પણ વેક્સીનેશન પ્રક્રિયાના શ્રીગણેશ કરાતા એક ઉલ્લાસનો માહોલ દેખાયો હતો. 16 જાન્યુ. સવારે 10 વાગે મંત્રીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વેક્સીનેશનનો પ્રારંભ કરાયો હતો. સુરત શહેર અને જિલ્લાની 18 સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં શનિવાર સવારે 10.00 વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ કરાયો હતો. શહેર અને જિલ્લાની 18 હોસ્પિટલોમાં(9 ખાનગી અને 9 સરકારી) ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને કોરોનાની વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. વેક્સીનેશન પ્રક્રિયાના પ્રારંભ વેળાએ શહેરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.