સુરત શહેરના ઘોડદોડ રોડથી દક્ષિણે આવેલા પનાસ ગામ તરફ જતા, નવસારી કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન કેન્દ્રોવાળા એકમાર્ગી સાંકડા રસ્તાઓ ઉપર ઉત્તર અને દક્ષિણ બેઉ દિશાએથી સતત દ્વિચક્રી , ત્રણ ચક્રી અને ચાર ચક્રી વાહનોની અવરજવર સાથે ક્યારેક હેવી વેઇટ વાહનો અંતર્ગત નાના મોટા ટેમ્પો સહિત અનેક વખત કૃષિ યુનિવર્સિટીના ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર + ટ્રેઈલર જે ઘણી વખત યુનિવર્સિટીના સંશોધન કાર્ય સાથે જોડાયેલ ખેતરોમાં ઉપયોગી સાધન સંબંધિત માલસામાનની હેરફેરને લગતા કાર્યવિસ્તાર વચ્ચે, જાહેર માર્ગ હોવાને કારણે અહીંથી પસાર થતા વાહનવ્યવહાર વચ્ચે યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલ સ્ટાફ તેમજ બહારગામથી આવનજાવન કરતી અને શૈક્ષણિક પ્રવાસ હેતુસર ઘણી વખત નાની મોટી બસોના વાહનને નડતરરૂપ બનતાં શહેરી વિસ્તારના ખાસ કરીને વેસુ, ઉમરા, પીપલોદ અને ભરથાણા કે ડુમસતરફી વાહનચાલકો સહિત અન્ય કેટલાક ધંધાકીય વાહનોની બેઉ તરફી આવનજાવનની રોજની ધડબડાટી વચ્ચે યુનિવર્સિટીના ખેતરમાં કામ કરતા મજૂર વસાહત તથા પનાસ ગામના રોજી રોટી માટે હંમેશ મુજબ પગપાળા ચાલતાં શ્રમિકો માટે ક્યારેક ક્યારેક ખોટી દિશાથી ઓવર ટેઈક કરી બેફામ બનતાં વાહનચાલકો યમદૂત બની જાય એવી ઘટના કોક વાર નજરે જોનારની રુંવાટી ઊભી કરતા રહ્યા છે.
ચોમાસા બાદ શિયાળાની મોસમ દરમિયાન કમસેકમ એકસોથી વધુ સિનિયર સિટીઝનો પણ આ રસ્તાઓ ઉપર વહેલી સવારથી ચાલવા નિકળી પડે છે, ત્યારે પણ કોઈ કોઈ વાર અણઘડ વાહનચાલકોની ગલતફેમીના શિકાર થાય તેમ છે. આ અંગે લાગતાવળગતા અધિકારીઓ, મનપાના સત્તાધીશો તેમજ શહેર ટ્રાફિક પોલીસ કમિશનર વિભાગ આ વાતે જાત તપાસ હાથ ધરાવીને ખાસ કરીને આ રસ્તાઓ ઉપરથી પસાર થતા રોજમદાર મજૂર વર્ગને નિરાંત કે રાહતનો દમ આપી / અપાવી શકશે કે કેમ ? આપણે હંમેશની જેમ જ શું કાગને ડોળે જ રાહ જોવાની રહેશે?
સુરત – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.