Charchapatra

નહીં રે જવા દઉં ચાકરી રે

મુવીમાં વરસાદને લગતા ઘણા ગીતો આવે છે. મને આગળનું એક ગીત યાદ આવે છે. ‘હાય હાય એ મજબુરી તેરી દો ટકિયો કી નૌકરી’ મેરા લાખો કા સાવજ જાય’ અને બીજું એક ગુજરાતી ગીત ‘આભ માં ઝીણી ઝબુકે વિજળી રે, ઝીલા ઝરમર વરસે મેહ, ગુલાબી નહીં રે જવા દઉ આકરી રે’ આ ગીતો આજના જમાનામાં કેટલા પ્રસ્તુત છે ? આજે તો નોકરી માટે યૌવન ધન ફાંફા મારે છે, સરકારી નોકરી તો સ્વપ્ન જ બની ગઇ છે. થોડી વેકેન્સી માટે હજારો નોકરી વાંચ્છુઓ લાઇ ન લગાડે છે. અરે ફોર્મના પૈસા પણ કેટલા ? કેટલી એ જગ્યાઓ ખાલી હોય છે ત્યાં નવી ભરતી થતી નથી. રીટાયર્ડ થાય પછી જે સ્ટાફ બાકી રહે તેની ઉપર કામનો બોજો વધી જાય છે.

હવે તો પેન્શન પણ બંધ, પ્રાઇવેટમાં તો રીતસરનું સોષણ જ થાય છે. કામના કલાકો વધારે અને પગાર ઓછો, ઘણી જગ્યાએ તો રવિવાર તથા બીજી રજા કર્મચારી લે તો પગાર કાપી નાંખે. જેને પોષાય તે નોકરી કરે નહીં તો બીજા મજબુર યુવાનો તો તૈયાર જ છે. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. કારમી મોંઘવારીમાં જીવન જીવવું દોહયલું થઇ ગયું છે. ધનવાનો દિવસે દિવસે વધારે ધનવાન થતા જાય છે. અને પોતાના વૈભવનું પ્રદર્શન કરે છે. ગરીબોને તો સરકારી સહાય ઘણી મળતી હોય છે. મરો મધ્યમવર્ગનો છે એની પરિસ્થિતિ તો નહીં કહેવાય અને નહીં સહેવાય એવી થઇ ગઇ છે. આ બધું કયાં જઇ અટકશે?
સુરત     – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અંગ્રેજી ભાષા ક્યાંની?
બેતાળા વટાવી ચૂકેલ એક ધર્મપ્રિય જન સંસ્કૃત ભાષાના પંડિત પાસે પાસ સંસ્કૃત ભાષા શીખવા ગયા તો પંડિતે પૂછ્યું કે આ ઉંમરે સંસ્કૃત ભાષા શીખવાની શી જરૂર પડી? પેલા ધર્મઘેલા જને જણાવ્યું કે વેબસાઈટથી જાણવા મળ્યું છે કે સ્વર્ગમાં બધા દેવો માત્ર એક સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે ત્યારે સામું પૂછતાં પંડિતે કહ્યું કે નર્કમાં જવાનું થાય તો? પેલા હરખઘેલાએ કહ્યું કે, એને અંગ્રેજી ભાષા યાને ઇંગ્લીશ તો આવડે જ છે? વાત મુજીને રમૂજી કરવાની નથી. વાસ્તવમાં તો દર એક ગુજ્જુ જને વિચારવાની વાત છે. હરિ ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું કા’ઈમ જાણું રી.
ધરમપુર  – ધીરુ મેરાઈ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top