Sports

મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, એક જ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ જીતનાર પહેલી ભારતીય બની

પેરિસઃ પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ચાહકોની નજર ફરી એકવાર મનુ ભાકર પર હતી અને મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળી ઈતિહાસ રચી દીધો છે. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે. આજે મનુએ સરબજોતની સાથે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં કોરિયાને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું હતું.

અગાઉ મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો. ઉપરાંત ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો.

સુશીલ કુમાર અને પીવી સિંધુએ ચોક્કસપણે બે-બે મેડલ જીત્યા છે પરંતુ આ મેડલ અલગ-અલગ ઓલિમ્પિક રમતોમાં આવ્યા છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની.

મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો. ઉપરાંત મનુ પહેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડ (સિલ્વર મેડલ, એથેન્સ 2004), અભિનવ બિન્દ્રા (ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ 2008), ગગન નારંગ (બ્રોન્ઝ મેડલ લંડન ઓલિમ્પિક્સ), વિજય કુમાર (સિલ્વર મેડલ, લંડન ઓલિમ્પિક્સ (2012)) એ શૂટિંગમાં મેડલ જીત્યા હતા.

મનુ ભાકરની આ બીજી ઓલિમ્પિક છે
મનુ ભાકરે છેલ્લી ટોક્યો ઓલિમ્પિક 2020માં તેની શરૂઆત કરી હતી પરંતુ 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન રાઉન્ડ દરમિયાન તેની પિસ્તોલ તૂટી ગઈ હતી. આ કારણથી તે છેલ્લી વખતે મેડલ જીતી શકી ન હતી. પરંતુ આ વખતે મનુએ પોતાની પુરેપુરી તાકાત બતાવી અને નસીબને માત આપી મેડલને નિશાન બનાવ્યો. આ ઉપરાંત મિશ્રિત ટીમ 10 મીટર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ ચૂકી ગઈ હતી.

22 વર્ષની મનુ ભાકરના નામે બીજો રેકોર્ડ
પેરિસ ઓલિમ્પિક 2024 શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં છે. તે 21 સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાંથી એક માત્ર એથ્લેટ છે જેણે બહુવિધ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે.

મનુએ 2023 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો. મનુ ભાકર ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય છે.

તે ગોલ્ડ કોસ્ટ 2018 ખાતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પણ છે, જ્યાં તેણે CWG રેકોર્ડ સાથે ટોચનો મેડલ જીત્યો હતો. મનુ ભાકર બ્યુનોસ આયર્સ 2018માં યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર અને દેશની પ્રથમ મહિલા એથ્લેટ પણ છે. તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં મહિલા 25 મીટર ટીમ પિસ્તોલનો ખિતાબ જીત્યો હતો.

આંખની ઈજા બાદ બોક્સિંગ છોડી દીધું અને શૂટિંગ શરૂ કર્યું
હરિયાણાના ઝજ્જરમાં જન્મેલી મનુ ભાકરે શાળાના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે ‘થાન તા’ નામની માર્શલ આર્ટમાં પણ ભાગ લીધો હતો. તેણે રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા હતા. બોક્સિંગ દરમિયાન મનુની આંખ પર ઈજા થઈ હતી, ત્યારબાદ બોક્સિંગમાં તેની સફર ખતમ થઈ ગઈ હતી.

જોકે મનુને રમતગમત પ્રત્યે એક અલગ જ જુસ્સો હતો, જેના કારણે તે એક ઉત્તમ શૂટર બનવામાં સફળ રહી, જ્યારે રિયો ઓલિમ્પિક 2016 પૂરો થયો ત્યારે મનુએ 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. આના એક અઠવાડિયામાં તેણે તેના પિતાને શૂટિંગ પિસ્તોલ લાવવા કહ્યું. તેમના હંમેશા સહાયક પિતા રામ કિશન ભાકરે તેમને બંદૂક ખરીદી હતી અને તે એક નિર્ણય હતો જેણે મનુ ભાકરને ઓલિમ્પિયન બનાવી.

Most Popular

To Top