આવાઝની દુનિયાના દોસ્તો ગાયિકીની દુનિયાના બેતાજ બાદશાહ મરહૂમ મોહમંદ રફીનું આગમન 24 ડિસેમ્બર 1924મા અને વિદાય 31મી જુલાઈ 1980ના પવિત્ર રમઝાન માસમાં થયું હતું. તેઓ માત્ર 56 વર્ષની જિંદગીમાં હિન્દી ફિલ્મ જગતમાં સંગીતના સુવર્ણયુગમાં ગાયિકીની દુનિયામાં બેહદ બેહદ ભગીરથ કામ કરી ગયા. તમામ, પ્રકારના સંગીતની દુનિયાના સંગીતકારોની યાદગાર રચના આસાનીથી ગાઈને એમનું નામ રોશન કરી ગયા. બીજા મોહમંદ રફી પેદા નહી થાય. ‘જાને વાલે કભી નહી આતે જાનેવાલે કી યાદ આતી હૈ’ ‘દિલ એક મંદિર’ના આ ગીતના શબ્દો એમની યાદ અપાવે છે હજુ આજે પણ દેશના નરોમાં ‘એક શામ રફી કે નામ’ એમની પુણ્યતિથિ પર ઉજવાય છે.
એના પથ પર ચાલનારા એના ગીતના દિવાના નાયક કલાકારો મોહમંદ રફીના નામ પર નામ અને દામ કમાય છે. આપણે એક યાદગાર ઘટના ગણાય. બીજા કોઈ કલાકારના નામ પર નહી પણ રફીના નામ પર હોલ ખીચોખીચ ભરાય જાય છે. એમાના કેટલાક નામ યાદ આવે છે. દીલ્હીના સોનું નિગમ ગાયક કલાકારે એની શરૂઆત રફીના ગીતોથી કરી હતી. ત્યારબાદ શબ્બીરકુમાર, મોહમંદ અઝીઝ, અનવર, બંકીમપાઠક, સૂરતના ખાનકુમારની ગાયિકી પર પણ રફીના ચાહકો પિદા થઈ જતાં એકવાર મોહમંદ રફીના બાંદરાના નિવાસસ્થાન પર જાણીતા સંગીતાકર નૌશાદ મીયા રફીની બાદામવાળી ચાયની ચૂસકી માટેના બોલી ઉઠેલા કે મારા સહિત અનેક સંગીતકારોએ મોહંમદ રફી પાસે ઊંચા અવાજવાળા ગીતો, ભજનો ગવડાવ્યા છે. જે યાદગાર બની ગયા છે પરંતુ એમની પાસે એમની હાજરીમાં આ રૂહાનિયત ભરેલા ચહેરાવાળા રફી મરક મરક હસતા હોય ત્યારે અને બીલકુલ શાંત સ્વરૂપમાં ધીમા ધીમાં મીઠા મધૂર અવાજમ વાતો કરતા હોય ત્યારે કલ્પના પણ નહી આવે કે આવડી મોટી રેઈન્જમાં ગીતો એ કેવી રીતે ગાયા હશે. કમાણીનો મોટો હિસ્સો આ કલાકારે ગરીબ લાચાર માનવીની સેવામાં વાપરી નાખ્યો હતો. હસાઓનો ખજાનો એમને જમા કર્યો હતો. ‘મુજકો મેરે બાદ જમાના ઢુંઢેગા’ એક નારી દો રૂપ’ ફિલ્મ ના ગીતની યાદમાં આજે પણ રફીની તલાશ જારી રહી છે. દુ:ખ સાથે કહેવુ પડે છે કે એ હવે શક્ય નથી. ‘જન્મ શતાબ્દી વર્ષમાં ભારત સરકાર એમને મણરોત્તર ‘ભારત રત્ન’ આપશે તો રફી કરતા ભારત સરકારની વજન અને શોભા વધી જશે. એના લાખો કરોડો ચાહકોના મન પ્રસન્ન થઈ જશે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.