Vadodara

વડોદરા: કરોળિયા રોડ પરથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, મહાલક્ષ્મી ગેસ એજન્સીના 6 માણસોની ધરપકડ

પ્રતિનિધિ વડોદરા તા.28
કરોડીયા રોડ ઉપર સીઆઈએસએફ હેડ ક્વાર્ટરની દીવાલની આડમાં આવેલા ભારતગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી કૌભાંડનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. ગ્રાહકોને ડિલિવરી આપવાના બોટલોમાંથી એજન્સીના માણસો જ ખાલી બોટલોમાં પાઇપ વડે ગેસ ભરી બ્લેકમાં વેચી નાખતા હતા. એસઓજીએ ગેસના બોટલો, મોબાઈલ અને બે ટેમ્પા મળી કિ.રૂા.2.95 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી જવાહર નગર પોલીસને સોપ્યા હતા.

એસઓજી ટીમના અધિકારી તથા કર્મચારીઓ 27 જુલાઈ ના રોજ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરીમાં હતા. તે દરમિયાન અ.હે.કો. અશોકભાઈ અંબારામભાઈ બાતમી મળી હતી કે, મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના માણસો કરોડીયા રોડ CISF હેડ ક્વાટર્સની દીવાલની આડમાં ખુલ્લી જગ્યામાં ટેમ્પાઓના ડ્રાઇવરો તથા હેલ્પરો તેના મળતીયા માણસો સાથે ભેગા મળી ટેમ્પાઓમાં ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી પાઇપ વડે ખાલી બોટલમાં ગેસ ભરી રીફીલીંગ કર્યા બાદ બોટલો સીલ કરી રીપેકીંગ કરી ગ્રાહકોને બોટલો સપ્લાય કરે છે. જેના આધારે એસ ઓ જીની ટીમે બાતમી મુજબની જગ્યા પર રેઇડ કરી હતી. ત્યારે ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના કર્મચારીઓ, ડ્રાઇવરો તથા હેલ્પરોએ ગ્રાહકોને ડીલીવરી ઘરેલુ વપરાશના ભરેલા ગેસના બોટલો ડીલીવર ચલણ સાથે મેળવી તે ભરેલા ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતાં પહેલા લોખંડની પાઇપ વડે ,ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી કોર્મોશીયલ ખાલી બોટલોમાં ગેસ ભરી ગેસ રીપેરીંગ કૌભાંડ આચરતા ઝડપાઈ ગયા હતા. તેઓ આ કોમર્શિયલ બોટલો છુટકમાં વેચાણ માટે ફરીથી સીલ કરી રીફીલીંગ અને રીપેકીંગ કરી દેતા હતા. જેથી એસ ઓ જી એ ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી 6 આરોપીને 2.95 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.

ગેસ રીફિલિંગ કૌભાંડ આચરનાર પકડાયેલા આરોપી

  1. અશોક બળવંતરામ માજુ (રહે. રાઠવા ગેસ ગોડાઉન, કરોડીયા રોડ વડોદરા શહેર, મુળ રહે. મુંજાસર ગામ તા ફલોદી, થાના લોહાવર, જી. જોષપુર, રાજસ્થાન)
  2. માંગીલાલ રૂપારામ ગોદારા ( રહે. રાઠવા ગેસ ગોડાઉન કરોડીયા રોડ, વડોદરા શહેર, મુળ રહે. ચંદનનગર ગામ થાના લોહવટ, તા.લોદી, જી જોધપુર, રાજસ્થાન)
    ૩. લાદુરામ સહીરામ માજુ, (હાલ રહે. રાઠવા ગેસ ગોડાઉન કરોડીયા રોડ, વડોદરા શહેર, મુળ રહે મુંજાસર
    ગામ, પોસ્ટ મોર્ય થાના લોક્વટ, તા લોદી જી જોષપુર, રાજસ્થાન)
  3. માંગીલાલ ઓમપ્રકાશ ખીચડ હાલ (રહે. રાઠવા ગેસ ગોડાઉન. કરોડીયા રોડ, વડોદરા શહેર મુળ રહે.પઢીયાલ ગામ થાના લોહવટ, તા. ફલોદી, જી.જોષપુર, રાજસ્થાન)
  4. સુભાગરામ બલવતરામ માંજુ (હાલ રહે, રાઠવા ગેસ ગીડાઉન, કરોડીયા રોડ, વડોદરા શહેર, મુળ રહે. મુંજાસર ગામ, પોસ્ટ મોર્ય થાના લોહવટ, તા.લોદી, જી.જોધપુર, રાજસ્થાન)
  5. સુભાષરામ રૂપારામ ગોદારા (હાલ રહે રાઠવા ગેસ ગોડાઉન કરોડીયા રોડ વડોદરા શહેર મુળ રહે.ચંદનનગર ગામ થાના લોહવટ, તા.લોદી, જી.જોધપુર, રાજસ્થાન)
    વોન્ટેડ આરોપી
  6. કતુબદ્દીન કાલુભાઇ કુરેશી ( રહે. કરોડીયા રોડ, વડોદરા શહેર)
  • આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલઃ
    ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસ બોટલ નંગ- 78 તથા કોર્મોશીયલ ભરેલા ગેસ બોટલ નંગ- 11, બોટલો નંગ-89
    ગેસની ખાલી બોટલ નંગ-2
    લોખંડની પાઇપ નંગ-2
    વજનકાંટા નંગ-2
    મોબાઇલ ફોન નંગ 6
    અંગઝડતીમાંથી મળેલ રોકડારૂપિયા
    છોટાહાથી ટેમ્પો તથા અતુલ સ્માર્ટ થ્રી વ્હીલ ટેમ્પો

Most Popular

To Top