Sports

Olympics 2024: ભારતીય શૂટર મનુ ભાકર ફાઇનલમાં, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં કર્યું ક્વોલિફાય

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ત્રીજા સ્થાને રહી હતી. હવે આવતીકાલે ફાઈનલ મેચો રમાશે. મનુ ભાકર ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે. જ્યારે ભારતની બીજી શૂટર રિદિમા સાંગવાન 15માં સ્થાને છે.

મનુ ભાકેરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર પિસ્તોલ ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 6 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 580 પોઈન્ટ સાથે મેડલ ઈવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે રિધમ સાંગવાન 15માં સ્થાને રહી જેના કારણે તે મેડલ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. મનુ હવે 28 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટમાં ટોપ-8 ખેલાડીઓ મેડલ રાઉન્ડમાં પ્રવેશ કરશે.

સરબજોત અને અર્જુન ચીમાથી મળી નિરાશા
શૂટિંગમાં ભારત માટે વધુ એક નિરાશાજનક સમાચાર આવ્યા જેમાં સરબજોત સિંહ અને અર્જુન ચીમા 10 મીટર પિસ્તોલની ફાઈનલ ઈવેન્ટમાં જગ્યા બનાવી શક્યા ન હતા. સરબજોત 577 પોઈન્ટ સાથે 9મા સ્થાને જ્યારે અર્જુન 574 પોઈન્ટ સાથે 18મા ક્રમે છે. ફાઇનલમાં પહોંચવા માટે બંનેને ટોપ-8માં રહેવાનું હતું.

પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 5 દેશોએ મેડલ જીત્યા
પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે અત્યાર સુધીમાં 5 દેશોએ મેડલ જીત્યા છે, જેમાં ચીને 2 ગોલ્ડ મેડલ જીત્યા છે, રિપબ્લિક ઓફ કોરિયા અને યુએસએએ 1-1 સિલ્વર મેડલ જીત્યો છે અને ગ્રેટ બ્રિટન અને કઝાકિસ્તાને 1-1 બ્રોન્ઝ મેડલ મેડલ જીત્યા છે.

Most Popular

To Top