જૂન મહિનો અને જેઠ મહિના ની શરૂઆત થાય એટલે વરસાદ ઝરમર વર્ષે ખેડૂતો રાજી થાય અને અષાઢ મહિનામાં રથયાત્રા થી મેઘાની હેલી થાય. ખેડૂતો વાવણીનો પ્રારંભ કરે. ખાલી ડેમો ભરાવા માંડે. આખા અષાઢ માં શ્રીકાર વરસાદ પડવાથી ખેતીને ફાયદો થાય. ચોમેર હરિયાળી જ હરિયાળી થી લોકો આનંદિત થાય. છાપામાં હેડલાઈન બને ‘મેઘાની મહેર’ .ગુજરાતમાં અમુક વિસ્તારમાં મહેર થઈ છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. વઘુ વરસાદને કારણે જાનમાલનું નુકશાન થયું છે. ખાસ કરીને સુરતમાં મેઘાએ કહેર મચાવ્યો છે. સામાન્ય લોકો પારાવાર નુકશાન થયું છે.
સુરતના ખાડી વિસ્તારમાં પૂર આવ્યા.આજે કહેવામાં આવે છે કે ખાડીના પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા,મોટા પાયા પર ખાડીનું પુરાણ થઈ રહ્યું છે. લોકોએ ખાડીના પટ પર રહેણાંક બનાવી દીધા છે. ખાડીનું પાણી આપણાં ઘરે આવ્યું નથી આપણે ખાડી વિસ્તારમાં અતિક્રમણ કરીને ખાડીઓ ને સાંકડી બનાવી દીધી છે. ઉપરવાસમાં જે વરસાદ પડે છે જેનું પાણી ખાડીમાં આવે છે જે દરિયામાં મળે છે.આજે સુરતમાં કોઈ ખાલી જમીનો રહી નથી પરિણામે વરસાદી પાણી નું જમીનમાં જે શોષણ થતું હતું તે બંધ થયું છે.હવે બહુ વિકાસ થયો હવે કુદરત નું રક્ષણ કરવાનો સમય પાકી ગયો છે.કુદરતનું રક્ષણ થશે તોજ ,કુદરત માનવીનું રક્ષણ કરશે.
સુરત – કિરીટ મેઘાવાલાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જ્યોતિષએ અને કર્મકાંડીઓના સોનાના નળિયા થયા છે ખરા?
આપણને ગ્રહો કરતા પૂર્વગ્રહ વધારે નડે છે. 21મી સદીમાં પ્રવેશ્યા તો ખરા પણ 17મી સદીનું વળગેલું ભૂત હજુ વછુટ્યું નહિ. જ્યોતિષીઓ અને કર્મકાંડીઓ કદી પાઠશાળાએ ગયા નથી અલ્પ જ્ઞાતિઓના રોજી રોટીનો ઉકેલ અંધભક્તોને ખંખેરી પોતાના આજીવિકા નિભાવે છે. માનવ સર્જીત કે કુદરત સર્જીત અકસ્માતોને અટકાવવા કે ધીમા પાડવા આપણે કર્મકાંડીના રવાડે ચઢ્યા હતા. અકસ્માતો અવિરત ચાલુ જ રહ્યા. અંધ ધર્મ ઘેલછીત ભક્તો કુંભમેળામાં કે ઉર્ષમાં કચડાવા ભેગા થાય છે કહેવાય છે કે અમે નક્રમાંથી મુક્તિ મેળવવા જ તિર્થસ્થાનોમાં સ્વેચ્છાએ કચડાવા જ જઇએ છીએ.
અડાજણ – અનિલ શાહઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.