આજરોજ શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ત્રણસો જેટલાં ખેલાડીઓએ વિવિધ કેટેગરી જેવી કે સબ જુનિયર, કેડેટ,જૂનિયર,અંડર 21 અને સિનિયર જેવી વિવિધ કેટગરીમાં ભાગ લીધો હતો.આ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં પાસ થનાર ખેલાડીઓ આગામી દિવસોમાં આણંદ ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેશે અને આણંદ ખાતે જીતનાર ખેલાડીઓ આગામી ઇન્દોર ખાતે યોજાનાર નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરાટે ડો.ફેડરેશનના પ્રમુખ હાન્સી કલ્પેશ મકવાણાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ સ્પર્ધાના આયોજનમાં પ્રમુખ જે.ડી.ચૌહાણ,સેક્રેટરી મહેશભાઇ રાવલ,સિહાન વિકાસ સોઢી,સિહાન કાસીમ દાવ,સિહાન જયેશ ધાયબર,જેસલ પટેલ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.વધુમાં કલ્પેશ મકવાણા તથા સિહાન મહેશ રાવલે વિસ્તૃત માહિતી આપી હતી.
