Vadodara

આજે અષાઢ સુદ પૂર્ણિમા નિમિત્તે શહેરના માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે માઈભક્તોએ દર્શન કર્યા…..

આજે રવિવાર સાથે અષાઢ સુદ પૂર્ણિમા ગુરુપૂર્ણિમા નિમિત્તે શહેરના માંડવી ચારદરવાજા સ્થિત ઐતિહાસિક મેલડી માતાના મંદિરે સવારથી માંઇભક્તોએ દર્શન પૂજન કર્યા

આજે વિક્રમ સંવત 2080 ને અષાઢ સુદ પૂર્ણિમા, ગુરુપૂર્ણિમા સાથે જ રવિવારે શહેરના માંડવી ચાર દરવાજા સ્થિત પૌરાણિક મેલડી માતાના મંદિરે વહેલી સવારથી જ માંઇભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા. અહીં દર રવિવારે, મંગળવારે, નવરાત્રી દરમિયાન માંઇભક્તો, શ્રધ્ધાળુઓનો ખૂબ જ ઘસારો જોવા મળતો હોય છે અહીં માતા સૌની મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રધ્ધાળુઓની દ્રઢ માન્યતા છે .અહીં શ્રધ્ધાળુઓ પગપાળા, ખુલ્લા પગે પણ આવી માનતા માને છે વડોદરા શહેર જિલ્લા ઉપરાંત દૂર દૂરથી લોકો દર્શન પૂજનાર્થે આવે છે. આજે રવિવાર સાથે ગુરુપૂર્ણિમા ના અદભૂત સંયોગ પ્રસંગે માંઇભક્તો મોટી સંખ્યામાં આવીને દર્શન પૂજન કર્યા હતા. મંદિરના સંચાલકો ભોલાભાઇ, કરમશીભાઇ ની આગેવાનીમાં દાતાઓના સહયોગથી માંઇભક્તો માટે ફરાળી પ્રસાદી તેમજ પીવાના પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી.

Most Popular

To Top