વિશ્વ વૈષ્ણવ સમાજ અર્થે અવિરત શ્રદ્ધા અને પ્રેરણાનું ગુરુસ્થાન, VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી અધ્યક્ષતામાં વ્રજધામ સંકુલ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાશે
વિશ્વભરમાં ધાર્મિક સંસ્કારોની જ્યોતને જળહળતી રાખવા ખુબ નાનીવયથી પોતાના સમગ્ર જીવનને ધર્મકાર્ય,સમાજ સેવા તથા યુવાનોના સત્માર્ગે સતત ઉત્થાન,માનવ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે સમર્પિત કરનાર શ્રીવલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ વિશ્વના 15 દેશોમાં સનાતન ધર્મ ધ્વજને લહેરાવ્યો છે. પૂજ્યશ્રી પાસેથી દેશ-વિદેશના 1 લાખથી પણ વધુ ભાવિકજનોએ બ્રહ્મસંબંધ દીક્ષા પ્રાપ્ત કરી છે. VYOની સ્થાપના કરીને પૂજ્યશ્રીએ વિશ્વમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સંસ્થાના માધ્યમથી વિશ્વના 5 કરોડ વૈષ્ણવોને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે.
ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા આજના દિવસે ભગવાનના જ્ઞાનકલાના અવતાર શ્રી વેદ વ્યાસજી નું પ્રાગટ્ય થયું વ્યાસજીએ અસંખ્ય ગ્રંથોની રચના કરી માનવ સમાજને જીવન દિવ્ય બનાવવાની માર્ગદર્શિકા પ્રદાન કરી તેમ આજે પણ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વિશ્વ વૈષ્ણવ સમાજ વીવાયઓના સ્થાપક પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. તેમજ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા સંસ્થાપિત વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વી વાય ઓ) ના તત્વાવધાનમાં યુવા પેઢીને જાગૃત કરવા માટે વીવાયઓ વડોદરા ના હોદ્દેદારોની આજે શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં વડોદરાના પ્રમુખ તરીકે વડોદરાના કર્મઠ સાંસદ ડો.હેમાંગભાઈ જોશી આજે પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે હાર્દિકભાઈ શાહ વૃંદ દ્વારા પ્રસ્તુત કૃષ્ણ ભક્તિ ગીતોની રમઝટથી ભક્તિ સંગીત સંધ્યાનો સુંદર માહોલ જામશે. શ્રી ઠાકોરજી સુખાર્થે પુષ્પ વિતાન મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે દેશ-વિદેશથી હજારો ની સંખ્યામાં આ કાર્યક્રમમાં વૈષ્ણવો જોડાશે.