NEET UG વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી ચીફ જસ્ટિસ (CJI) D.Y. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો છે કે NEET-UG પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા માર્ક્સ તેની વેબસાઈટ પર જાહેર કરે અને વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે લોકો પૈસા માટે આવું કરી રહ્યા છે તેથી જે પણ આમાંથી પૈસા કમાઈ રહ્યા છે તે મોટા પાયે તેનું પ્રસારણ નહીં કરે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને અનિયમિતતાનો આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે NTAને NEET-UG પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા માર્કસને તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથેજ વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવા અને પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગથી જાહેર કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે NTAને 20 જુલાઈએ બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી 22 જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે.
શહેર અને કેન્દ્ર અનુસાર પરિણામો જાહેર કરવા
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગ-અલગ જાહેર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને અનિયમિતતાનો આક્ષેપ કરતી અરજીઓ પર સુનાવણી માટે 22 જુલાઈની તારીખ નક્કી કરી છે. CJIએ પોતાના આદેશમાં NTAને તેની સાથે વિદ્યાર્થીઓના માર્કસ કેન્દ્રોની યાદી બહાર પાડવા જણાવ્યું હતું. એ પણ કહ્યું કે હવે તેમાં કોઈ શંકા નથી કે પટનામાં પરીક્ષા પહેલા પેપર બ્રીચ થયું હતું.
આ પછી CJIએ NTAને શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં NTA કેન્દ્ર મુજબ વિદ્યાર્થીઓના માર્કસ જાહેર કરવા કહ્યું. આ પછી સુનાવણીની તારીખ આપતા, CJIએ કહ્યું કે તેઓ સોમવારે એટલે કે 22 જુલાઈના રોજ લંચ પહેલા આ કેસમાં સુનાવણી પૂર્ણ કરશે. અહીં એનટીએ વતી એસજીએ કહ્યું કે કાઉન્સેલિંગ 24 જુલાઈથી શરૂ થશે.