Entertainment

લોકડાઉનમાં લોકોની મદદ કરનાર સોનુ સુદ મુશ્કેલીમાં મુકાતાં જ આ નેતાને મળવા પહોંચ્યા!

મુંબઇ (Mumbai): ગેરકાયદેસર બાંધકામના (illegal construction) મામલામાં બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન BMC (Brihanmumbai Municipal Corporation) ના નિશાના હેઠળ આવેલા સોનુ સૂદની (Sonu Sood) મુસીબતો વધતી જ જઇ રહી છે. BMCનું કહેવુ છે કે ગેરકાયદેસર બાંધકામમાં અભિનેતા સોનુ સૂદ સતત નિયમોનો ભંગ કરી રહ્યો છે. કંગના રનૌત પછી સોનુ સૂદ પર નિશાનો સાધનાર BMCએ કોર્ટમાં 16 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં લખ્યુ છે કે સોનુ સૂદે ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. આ બાંધકામ MRTP, MMC એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. ઉપરાંત સોનુ સૂદ જે હોટેલ ચલાવી રહ્યો છે, તેના માટે તેણે કોઇ લાયસન્સ (license) પણ નથી લીધું.

BMCએ કહ્યુ કે સોનુ સૂદ મુંબઇના જૂહૂ વિસ્તારમાં આવેલી 6 માળની રેસિડેન્શિયલ બિલ્ડીંગને (residential building) હોટેલ તરીકે ટલાવતો, અને તેનાથી કમાણી ઊભી કરતો. BMC નું કહેવુ છે કે સોનુ સૂદે BMC એ મોકલેલી લીગલ નોટિસ અવગણી હતી. આ મામલો ગત જાન્યુઆરીથી શરૂ થયો હોય એમ BMCનું કહેવું છે. આ ફરિયાદ બીએમસી દ્વારા જુહુ પોલીસ સ્ટેશનમાં 4 જાન્યુઆરીએ નોંધાઈ છે. બીએમસીએ સોનુ સૂદ પર નોટિસની અવગણના કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં આજે સુનાવણી છે, જે વચ્ચે સોનુ સૂદ NCP વડા શરદ પવારને (Sharad Pawar) મળવા પહોંચ્યો હતો.

કોરોના દરમિયાન જ્યારે સરકારે લોકડાઉન (lockdown) જાહેર કર્યુ ત્યારે દેશનામોટા મોટા શહેરોમાં રહેતા શ્રમિક કામદારો (migrant workers) રાતો-રાત લાચાર થઇ ગયા હતા- એનું કારણ હતુ કે લોકડાઉન થતાં તેમની રોજી રોટી બંધ થઇ ગઇ હતી એટલું જ નહીં તેમને ખાવા પીવાના પણ ફાં-ફાં પડવા માંડ્યા હતા. એવામાં એ બધાએ પગપાળા પોતાના વતન જવાનું શરૂ કરી દીધુ હતુ. મુંબઇ, દિલ્હી , ગુજરાત રહેતા લાખો કરોડો શ્રમિકો પોતાના નાના બાળકો લઇને એપ્રિલ-મેની ગરમીમાં ઉત્તરપ્રદેશ, આસામ દૂર દૂર પોતાના વતન જવા નીકળી પડ્યા હતા.

https://gujaratmitra.in/an-old-building-collapsed-in-maharashtra-the-second-such-incident-in-less-than-a-month/

એવામાં અભિનેતા સોનુ સૂદે કોરોના દરમિયાન લાખો શ્રમિકોને તેમના વતન પહોંચાડવાનું બીડુ એકલા હાથે ઉપાડ્યુ હતુ. સોનુ સૂદે તેની 8 સંપત્તિને મોરગેજ (mortgage) કરીને 10 કરોડ રૂપિયાની લોન લીધી હતી.  જણાવી દઇએ કે મુંબઇમાં દેશમાં સૌથી વધુ જૂની અને જર્જરિત ઇમારતો છે. BMC એ બિલ્ડીંગ પર પણ નજર કરે તો સારૂ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top