Charchapatra

કોનું કેવું કેટલું સ્થાન

ભાજપ-કોંગ્રેસને, કોંગ્રેસ-ભાજપને, હિન્દુ મુસલમાનને, મુસલમાન હિન્દુને આર. એસ.એસ. – ડાબેરીઓને અને ડાબેરીયો-આર.એસ.એસેન વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગટનો અને દેશવાસીઓ દેશની આઝાદીના સમયથી વર્ષોથી વૈચારિક ચગડોલે ચડતી રહેલ છે, આજે ચડી રહેલ છે અને ભવિષ્યમાં હજુ ચડી રહેવાની છે અને અંદરોઅંદરના વૈમનસ્યો વધતા જાય છે અને ભવિષ્યમાં વધતા જવાના છે.  વિચારોના વિષયક્રમ કડવા સત્વ જેવુ મૂળ કારણ દેશની આઝાદી બાદ સ્પષ્ટરૂપથી હિન્દી, હિન્દુ અને હિન્દુસ્થઆનમાં અતિઅગત્યના મૂળ ભારતીય સંસ્કૃતિના સાયા અને જરૂરી વિચારોને પરિબળોને દેશના પ્રથમ શાસન દ્વારા ગગણ્ય ગણી અગત્યતા નહીં આપવાનું ગણી શકાય.

જેનુ મૂળ કડવા સત્ય જેવું કારણ કોંગ્રેસે પોતાનારાજકીય સ્વાધો માટે યલાવેલ નુકશાનકારણ લઘુમતી મતોના તુષ્ટિકરણો છે જેના પરિણામે ઘરમાં કૂતરાને હાંકવાની લાકડી પણ ન રાખનાર દેશના નરમ હિન્દુને ખોટી રીતે કટ્ટર બનાવી દેવાય છે, હિંસક બનાવાય છે. લોકસભામાં તાજેતરમાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીના પ્રવચનમાં હિન્દુ બાબતોમાં આપેલ નિવેદનથી દેશમાં ગંભીર ચર્ચાઓ ઉભી થયેલ છે. જેઓજડબાતોડ જવાબ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોસભામાં અને રાજ્યસભામાં આપેલ છે જેની ગંભીર નોંધ કોંગ્રેસે લઇને કરોડો રૂપિયાના ખચ4ે આવતી સંસદને દેશ અને સમાજહિતમાં ચાલવા દેવી જોઈએ. દેશ હવે માત્ર હિન્દુઓનો હિન્દુ સંગટનોનો, હિન્દુપક્ષોનો અને હિન્દુ નેતાઓના ખોટા વિરોધો કદાપી સ્વીકારી શકે એમ નથી.

જ્ઞાતિ, જાતિ અને સંપ્રદાયથી વેરવિખેર હિન્દુઓના મત લેવા અને તેનો જ કોંગ્રેસે વિરોધ કરવો તે કયાનો ન્યાય ગણી શકા? શ્રી રાહુલ ગાંધીએ જણાવેલ છે કે ભાજપ-આર.એસ.એસ જ હિન્દુ સમાજ નથી આ નિવેદનથી હિન્દુઓમાં જ્ઞાતિ, જાતિ અને સંપ્રદાય ઉપરાંત એ વધુ પક્ષીય ભાગલા પડેલ છે તેમ કરી શકાય. કોંગ્રેસના આ સઘળા ખેલોથી દેશનો જાગૃત બની રહેલ હિન્દુ હવે અજાણ નથી અને અજાણ રહેવાનો પણ નથી અને જવાબ આપવાનો છે. દેશની એન.ડી.એની સરકાર અસ્થિર ન બને તે માટે હવે વર્ષો બાદ હિન્દુઓના બેરોજગારી અને એન.ડી.એના (ભાજપના) વિકાસ અને વિરાસતના મુદ્દે (કુલ ચાર મુદ્દે) સમન્વય કરીને કાર્ય કરવાની શુ દેશ અને સમાજ હિતમાં જરૂરી નથી?
અમદાવાદ         – પ્રવિણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top