અંકલેશ્વર: અંકલેશ્વર સહીત ઘણા ઠેકાણે સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે.
- અંકલેશ્વરમાં એક વર્ષથી ધૂળ ખાય છે સરકારી સાઈકલો
- અધિકારીઓની આળસના કારણે સરકારી લાભથી વંચિત બાળકો
સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે તે છેવાડાના માણસ સુધી પહોંચે. જે વ્યક્તિ સાધન સંપન્ન છે તેને કદાચ સરકારી મદદની જરૂર નથી, પણ જે આર્થિક રીતે અસક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ વરદાનરૂપ સાબિત થતી હોય છે.
સરકારની આ જ યોજનાઓ જો વરદાનને બદલે અભિશાપ બની જાય તો ? વાત છે અંકલેશ્વર તાલુકાની જ્યાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે.
ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીને કારણે 250 થી વધુ સાઈકલો અંકલેશ્વરની એમ. ટી. એમ. ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ગોયાબજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા આઠ વર્ષોથી ધૂળ ખાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે વર્ષ 2015 માં અંકલેશ્વર સહીત અન્ય બે તાલુકાઓમાં શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે આ સાઈકલો સરકાર દ્વારા અપાઈ હતી પરંતુ સ્થાનિક જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસાઈને કારણે એક વર્ષથી આ સાઈકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને વિતરિત કરવામાં આવી નથી અને આ સાઈકલો ધુળ ખાઈ રહી છે. ગોયાબજાર પ્રાથમિક શાળાનો એક આખો વર્ગખંડ આ સાયકલોના ખડકલાને કારણે ફાજલ પડ્યો છે.
વર્ષોથી ધુળ ખાતી આ સાઈકલો પૈકી અનેક સાઈકલોમાં કાટ લાગી ગયો છે અને પ્રજાના લાખો રૂપિયાનો વ્યય થઇ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે, આખરે આઠ વર્ષથી સાઈકલો કેમ હજુ સુધી વિતરણ નથી કરાઈ ? શું અધિકારીઓના પાપે વિદ્યાર્થીનીઓને સુવિધાથી અળગા રહેવાનુ? દરમિયાન એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ સાઈકલોના જથ્થાનું વર્ગીકરણ કરી એટલે કે સાઈકલની સ્થિતિ હવે કેવી છે તે પ્રમાણે તેની મરામત કરવી કે ભંગારમાં વેચી દેવી તે અંગેની હિલચાલ ચાલી રહી છે.