કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું (Nitin Gadkari) નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રીએ દેશની શિક્ષણ પ્રણાલી (Education System) અને સાદગી વિશે જે કંઈક કહ્યું તે વાયરલ થઈ રહ્યું છે. તેમણે પોતાની કાર્યશૈલી અંગે પણ એક અલગ જ અંદાજમાં વાત કરી હતી.
જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે જે કોઈ જાતિ વિશે વાત કરશે વાત હું તેને મારીશ જોરદા લાત.. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. તેમના મુદ્દાને પુનરાવર્તિત કરતા તેમણે VIP સંસ્કૃતિ અને દેશની શિક્ષણ પ્રણાલી પર પણ ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં તેજસ્વી વિદ્યાર્થીઓના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દેશની શિક્ષણ વ્યવસ્થા પર કહ્યું કે, જ્યાં શાળાની ઈમારત છે ત્યાં શિક્ષક નથી, જ્યાં શિક્ષક છે ત્યાં ઈમારત નથી, જ્યાં બંને છે ત્યાં વિદ્યાર્થીઓ નથી, જ્યાં ત્રણેય છે, ત્યાં શિક્ષણ નથી.
હવે કૂતરો મને એરપોર્ટ પર લેવા આવે છે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ 40/50 વર્ષથી રાજનીતિ કરી રહ્યા છે. તેમને કોઈ હાર પહેરાવતુ નથી, તે કોઈને હાર પહેરાવતા નથી. તેમણે કહ્યું, “જ્યારે પણ હું એરપોર્ટ આવતો હતો, ત્યારે હું કહેતો હતો કે મને કૂતરો પણ લેવા આવતો નથી. અને હવે કેટલી કમનસીબી છે કે કૂતરા મને લેવા આવે છે. હું ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ છું.
હું આવું તે પહેલાં કૂતરો ચક્કર લગાવે છે. પણ મને કોઈ માળા પહેરાવતું નથી, મારું સ્વાગત કરવા કોઈ આવતું નથી. જ્યારે કોઈ મને આવકારવા આવે છે, ત્યારે હું તેમને કહું છું, તમારે પાસે કામ છે કે નહીં, મારી પાસે ન આવો. મેં મારા કટ આઉટ મૂક્યા નથી, તેના પર પૈસા ખર્ચ્યા નથી. હું જાતિ, સંપ્રદાય, ધર્મમાં માનતો નથી. જે મારી પાસે આવશે, કામ યોગ્ય હશે તો તો હું તે કરીશ, જો તે ખોટું હશે તો નહીં કરું, પછી ભલે તે મારું પોતાનું કોઈ હોય.
જીવનની સૌથી મોટી પરીક્ષા
વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે ગડકરીએ કહ્યું કે તે 10માં મેરિટમાં આવવું, 12મું પાસ કરવું, MA પાસ, એન્જિનિયર-ડોક્ટર બનવું આ શિક્ષણનો અંત નથી, શિક્ષણ અહીં સમાપ્ત થતું નથી. સૌથી મોટી કસોટી એ જીવનની કસોટી છે. જો તમે સારા માનવી તરીકે જીવનની કસોટીમાં પાસ થાવ તો આ જ શિક્ષણનો સાચો અર્થ છે. મૂલ્યો સાથેનું જ્ઞાન, મૂલ્યો સાથેનું જ્ઞાન, આ વ્યક્તિ બનાવે છે. આદરની માંગ ન કરવી જોઈએ, તે કમાવી જોઈએ. જો તમે ઈચ્છો છો તો તમને તે મળશે.