ભવિષ્યમાં શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ ન દૂભાય અને આવું કૃત્ય કરતાં લોકો સામે દાખલો બેસે તેવી સખતમા સખત સજા થવી જોઈએ…
પોતાના અંગત સ્વાર્થ માટે સમાજની, શ્રધ્ધાળુઓની ધાર્મિક આસ્થા અને લાગણી દૂભાય તેવા કુળદેવી ‘માં બહુચર’ માટે જાહેરમંચ પરથી વક્તવ્ય આપ્યું હોવાના થયા આક્ષેપો…
લોક ડાયરા કલાકાર મનસુખ રાઠોડ જેઓ ઘણાં સમયથી લોકડાયરાઓનો કાર્યક્રમ કરી રહ્યાં છે તેઓ દ્વારા શ્રી પટણી મોઢ જ્ઞાતિ સમાજ, વડોદરાઓના ‘માં’ એવા આસ્થાના પ્રતિક સમાન સમાજના કુળદેવી ‘માં બહુચરજી’ નું અપમાન કરતા વક્તવ્યો પોતાના લોકડાયરાના અને અન્ય કાર્યક્રમ દરમિયાન જાહેરમંચ પરથી કરેલ હોવાના આક્ષેપો કર્યા છે અને આ સમગ્ર મામલે શુક્રવારે સમાજના આગેવાનો દ્વારા વડોદરા શહેર/જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથે વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરવામાં આવી હતી જે મુજબ, શ્રી પટણી મોઢ જ્ઞાતિ સમાજ, વડોદરા ના કુળદેવી ‘માં બહુચર’ માટે પણ મનસુખ રાઠોડ દ્વારા જાહેર મંચ પરથી અપમાન કરતા વક્તવ્યો કરેલ છે જેનાથી સમાજની આસ્થા અને લાગણી ઘવાઇ છે ત્યારે સમાજમાં રહીને આવા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે હિન્દુ દેવતાઓના અપમાન કરી લોકોની ધાર્મિક લાગણીઓ તેમજ તેમાં રહેલી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરી રહ્યાં છે ત્યારે આવા તત્વોને સખતમા સખત સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવા અસામાજિક, નાસ્તિક તત્વો કોઇપણ દેવીદેવતાઓનુ અપમાન ન કરે ના ભક્તોની ધાર્મિક લાગણીઓ અને તેઓની ધાર્મિક આસ્થા સાથે રમત રમે સાથે આ પ્રકારે શ્રધ્ધાળુઓ ની આસ્થાને ઠેસ પહોંચાડી ધાર્મિક લાગણીઓ દુભાવવાનુ સાહસ ન કરે તે પ્રમાણે સમાજમાં એક ન્યાયિક પ્રક્રિયા પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પટણી મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજના પ્રમુખ વસંતભાઈ પટણી, ઉપપ્રમુખ શૈલેષ ડીસાવાલા, શૈલેષ બાબુલાલ પટણી, મહામંત્રી જતીન પટણી, ધર્મેન્દ્રકુમાર પટણી વિગેરે સાથે સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.