સુરત (Surat): બે દિવસ પછી ઉતરાયણ છે, જેનો માહોલ અત્યારથી જ સર્જાઇ ચૂક્યો છે. ગુજરાતમાં ઉતરાયણનો ખાસ્સો ક્રેઝ છે, પણ જેમ આપણે બધા જાણીએ છીએ કે ઉતરાયણ દરમિયાન શહેરમાં પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાય છે. SMC એ જાહેરનામું બહાર પાડ્યુ છે. જે મુજબ 14 તારીખે રાત્રે 12 વાગ્યાથી 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી શહેરમાં કોઇપણ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર જઇ શકશે નહીં.
જે લોકોએ પાતાના ટુ-વ્હીલરના આગળના ભાગમાં સેફ્ટી ગાર્ડના સળિયા લગાડ્યા છે, તેઓ ઓવર બ્રિજનો ઉપયોગ કરી શકશે