*ચોમાસામાં રોગચાળા અને પૂર નિયંત્રણ અંગે વડોદરા મહાનગરપાલિકાની સ્થાઇ સમિતિની બેઠક યોજવામાં આવી
*દરેક અર્બન હેલ્થ સેંટર ખાતેથી ટીમો બનાવી, સઘન મોનિટરીંગ કરવા તથા ૩ પ્રકારના સર્વેલંસ (કોમ્યુનિટિ બેઝ, એરીયા બેઝ અને ઇંસેડંટ બેઝ) સર્વેલંસ કરવા સુચવવામા આવ્યું છે*
*શહેરમાં ચોમાસાની ઋતુમાં ઝાડા ઉલટી, કોલેરા તથા વાયરલ રોગના અંકુશ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી*
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઇ મિસ્ત્રીની અધ્યક્ષતામા ગુરુવારે સ્થાયી સમિતિ રૂમ ખાતે ડે.મ્યુનિ.કમિશનર, તમામ આસી.મ્યુનિ.કમિશનર, તમામ ઝોનલ તથા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેરો, તમામ વોર્ડ ઓફીસરો તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરો, તમામ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેરો, ચીફ ફાયર ઓફિસર, આરોગ્ય અમલદાર તથા નાયબ આરોગ્ય અધિકારીઓ તથા ખોરાક શાખા અને ગાર્ડન શાખાના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમા રોગચાળા અને પૂર નિયંત્રણ સંદર્ભે મિટિંગનુ આયોજન કરવામા આવેલ હતુ.
હાલમા વડોદરા શહેરમા પાણીજન્ય રોગચાળાના ઝાડા ઉલટી, કોલેરાના 20 થી 25 દર્દીઓ નોંધાયેલા છે જે અંગે વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાઇ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં IEC (Information, education, and communication)ના માધ્યમથી જન જાગૃતિના પગલા ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત લોકોને વધુમા વધુ માહિતગાર કરવા અને સાવચેતીના પગલા ભરવા જણાવવામા આવશે. જે માટે દરેક અર્બન હેલ્થ સેંટર ખાતેથી ટીમો બનાવી, સઘન મોનિટરીંગ કરવા તથા ૩ પ્રકારના સર્વેલંસ (કોમ્યુનિટિ બેઝ, એરીયા બેઝ અને ઇંસેડંટ બેઝ) સર્વેલંસ કરવા સુચવેલ. જે વિસ્તારોમા આ પ્રકારના કેસો જોવા મળે તે સમયે તાત્કાલીક ધોરણે આ વિસ્તારમા સર્વે કરી ક્લોરીનેશનનુ પ્રમાણ ચેક કરવા તથા જરૂરે સેમ્પલ લઇ ટેસ્ટ કરવા અને જરૂર જણાય તો લાઇન ક્ટ કરવા અને નવિન આયોજન હાથ ધરવા એંજીયરીંગ વિભાગને સુચના આપવામા આવેલ છે. સાથે લોકોને સાવચેતીના ભાગ રૂપે માહિતગાર કરવા જેમા મુખ્યત્વે WASH ( Water Senitation & Hygiene) માટે પગલા લેવા જણાવેલ છે જેમાં (૧) પાણી ઉકાળીને પીવુ (૨) હાથ ધોવા (૩) બહારનો આહાર ટાળવો (૪) અનાજ તથા શાકભાજી ચોખ્ખા પાણી થી ધોવા તેમજ પોતાના સ્વાસ્થ અંગે સાવચેતી રાખવી અને જરૂર જણાય તો નજીકના આરોગ્ય કેંદ્રનો સમ્પર્ક કરવો. તમામ આરોગ્ય અધિકારીઓએ પોતાના વોર્ડ વિસ્તારમા જરૂરી માત્રામા ઓ.આર.એસ. તેમજ ક્લોરીનની ટેબલેટનુ વિતરણ કરવુ અને એંજીનિયરીંગ વિભાગ સાથે સંકલનમા રહીને શંકાસ્પદ કેસ મળે એટલે યુધ્ધ્ના ધોરણે પ્રોએક્ટીવ અપ્રોચ રાખી આખા વિસ્તારનો સર્વે કરી જરૂરી ડોક્ટરોની ટીમ, ઓ.આર.એસ. તથા જરૂરી દવાઓ તાત્કાલીક પહોચાડવાની વ્યવસ્થા કરી વોટર સેમ્પલિંગ ની વ્યવસ્થા કરવામા આવશે. તેમ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઇ મિસ્ત્રી જણાવ્યું હતું.
સાથે સાથે તમામ વોર્ડ માથી રોજના 50 સ્થળોએથી પાણીના સેમ્પલ લેવા પણ ચેરમેન દ્વારા સુચના આપવમા આવી હતી. તદુપરાંત તમામ ડ્રેનેજની લાઇનો સાફ કરાવવા, કંટામિનેશન વાળા વિસ્તારોમા સુપર ક્લોરીનેશન કરવા તેમજ તમામ એસ.ટી.પી., એ.પી.એસ. તથા એમ.પી.એસ પુર્ણ ક્ષમતાથી દિવસ-રાત ચલાવવા અને પાણી પુરવઠા દ્વારા તમામ વિસ્તારોમા વિતરણ મથકોના એન્ડ પોઇંટ સુધી ક્લોરીન લેવલની માપણી કરવા અને ઓછી જણાયતો ફોલ્ટ શોધી તુર્ત કામગીરી કરવા જણાવાયુ હતું. વડોદરા શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પીટલોને વાહક જન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓની માહિતિ મહાનગરપાલિકામા આપવા તથા જરૂર જણાયે કોલેરા વોર્ડની વ્યવસ્થા કરવા અને આઇસોલેશન એરીયા વિકસાવવા અને પુરતા પ્રમાણમા દવાઓ રાખવા, ઓરલ વેક્સીનેશન માટે જનજાગ્રુતિ ફેલાવવા હેલ્પ લાઇન નંબર ચાલુ કરવા તેમજ રેપિડ ટેસ્ટ્કિટ ખરીદવા માટે પણ સુચન કરાયું હતું.. પાણી જન્ય અને વાહક જન્ય રોગો વધે નહિ તે દિશામા તકેદારી રાખી ફોગીંગ અને લારવા મેજેર સહિત IEC એક્ટીવીટી જેમા પેમ્પલેટની વહેચણી, પોસ્ટરો/બેનરો લગાવવા તથા LED સ્ક્રીન તથા રેડીયો અને સોશીયલ મિડિયાના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોક જાગૃતિના પગલા ભરવામાં આવશે.
ખોરાક શાખા દ્વારા વડોદરા શહેરની તમામ લારીઓ, હોટલો રેસ્ટોરંટો, કેટરર્સનુ સઘન ચેકિંગ હાથ ધરવા તથા તમામ સ્થળો ખાતે હાઇજીનની ચકાસણી કરવા અને જરૂર જણાયે બંધ કરવાની પણ કાર્યવાહી અંગેની સુચના આપવામા આવી હતી. દરેક સ્થળે હાથ ધોવાની તથા સાબુની વ્યવસ્થા હોવીજ જોઇયે અને તેઓ દ્વારા ઉપયોગમા લેવાતા સામાનની પણ યોગ્ય ચકસણી કરવી સાથે શાકભજીની લારીઓ અને વેપારીઓની સાથે અનાજની દુકાનોને પણ ચેકીંગ કરવા અને સડેલા અને બગડી ગયેલા અનાજ તથા શાકભાજીનો નાશ કરવા અને વિક્રેતાઓ શાકભાજીને ચોખ્ખા પાણીથી સાફ કરવા સુચના આપવા જણાવેલ છે. તમામ વોર્ડના ના.કા.ઇ.
ઓએ ક્લોરો સ્કોપ પોતાની સાથે રાખવા અને પાણીના સેમ્પલ ઓન સ્પોટ ચેકિંગ કરવા જણાવેલ છે. FRC (free residential chlorine)ના માપદંડ 0.2ml થી 0.5ml પર લિટરથી ઓછુ જણાતા જરૂરીયાત મુજબ સુપર ક્લોરીનેશન અથવા તો ક્લોરીનની NaDCC(Sodium Dichloroisocyanurate) ટેબલેટ આપવા તથા સદરહુ ફોલ્ટ શોધી કામગીરી કરવા સૂચના અપાઇ છે. તમામ મેડીકલ ઓફિસરઓને પ્તાના તાબા હેઠળના આશા વર્કરો સાથે અઠવાડીયામા એક વખત મિટિંગ કરવા પણ તાકીદ કરાઇ છે.
વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી ડૉ.શીતલભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,ગ્લોબલ વોર્મિંગ, વોલ ટુ વોલ રોડ, પેવર બ્લોક, પાછલા દિવસોમા પડેલ ગરમી તથા આવનારા દિવસો માટે થયેલ વરસાદની આગાહિ માટે તકેદારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રકાસીત અતિવૃષ્ટિ-વાવાઝોડા અને પુર સમયે પાડવાની થતી સુચનાઓની માર્ગદર્શિકા સંદર્ભે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલ આયોજન અને કરવાની થતી વ્યવસ્થા અને કાર્યવાહિ માટે સમિક્ષા બેઠક કરી હતી જેમા પુસ્તિકા મુજબ અક્ષર સહ કામગીરી કરવા અધિકારીઓને સુચના આપવામા આવી હતી. સાથે ગુજરાત રાજ્યના અન્ય શહેરોની સરખામણીમા વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સારી હોઇ અધિકારીઓને બિરદાવ્યા પણ હતા સાથે સાવચેતીના ભાગરૂપે પાણીના સ્ત્રોતો ખાતે થી નિયમ મુજબ પાણીની આવક જાવક સંદર્ભે માહિતિ સમય સર મળી રહે તેમજ દર ચોક્કસ સમયે તેના આંકડા વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમોથી પ્રસારિત કરવા તથા આ કામગીરી માટે એક અલાયદા અધિકારીની નિયુક્તિ કરવા ચેરમેનશ્રીએ સુચના આપવામાં આવી છે.રાહત અને બચાવ કમાગીરી થકી અસરગ્રસ્ત નાગરીકોને સલામત સ્થલે ખસેડવાના સ્થળોની યાદી બનાવવા અને આ સ્થળો માટે શિક્ષણ સમિતિ સાથે સંકલન કરવા અને સલામત સ્થળો ખાતે ફુડ પેકેટ અને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવુ આયોજન કરવા જણાવવામા આવ્યું છે સાથે ગુજરાત રાજયના અન્ય વિભાગો જેવાકે કલેકટર કચેરી, પોલીસ વિભાગ, જી.ઇ.બી., એસ.ટી.વિભાગ, સાથે રાહત કાર્યો માટે સંકલન કરવા જણાવ્યું છે.ફાયર વિભાગ દ્વારા કરવાની થતી કામગીરીના ભાગ રૂપે મુખ્ય પુર નિયંત્રણ કેન્દ્રની શરૂઆત સાથે અન્ય 8ફાયર સ્ટેશનો ખાતે પેટા પુર નિયંત્રણ કેંદ્રો પણ કાર્યરત કરવા અને 30 સ્થળો વોકીટોકી સેટ થી સજ્જ કરવા અને 19 વોર્ડ ઓફિસોમા રાહત કેન્દ્રો ચાલુ કરવા જાણાવાયું છે.સાથે જરૂરી સાધન સામગ્રી ફસ્ટ એઇડ બોક્ષ, તરાપા, વાંસ, દોરિયા, ત્રિકમ, બેટરી, ટોર્ચ, તથા જરૂરી માલ્સામન સહ 10 બેલદારો સહિત વાહનો અને અન્ય જરૂરી સામગ્રીની વ્યવસ્થા અને પુરતા પ્રમાણમા દવાઓ રાખવા ચિંતા કરવા સૂચના અપાઇ છે.19 વોર્ડમા લો લાઇન એરીયા આડેંટીફાઇ કરેલા છે આવા સ્થળો વધુ વરસાદ કે પુરના કિસ્સામા પાણીનો નિકાલ કરવા તથા સોસાયટીઓમા ભરાતા પાણી સંદર્ભે ચરી પાડી યોગ્ય નિકાલ કરવા જણાવેલ છે સાથે દરેક કમ્પલેન એટેંડ કરી સોલ્વ કરવા સુચના આપી છે. પાણીના નિકાલ બાદ કાદવ કિચડની સફાય સંદર્ભે દરેક વોર્ડ ખાતે થી અન્ય વિભાગો સેનેટરી અને એંજીયરીંગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંકલનમા રહિ કામગીરી કરવા જણાવાયું છે.
સ્થાયી સમિતિની બેઠકમાં રોગચાળા અને પુર નિયંત્રણની ચર્ચા
By
Posted on