Vadodara

લાલબાગ પર ફરી કોન્ટ્રાક્ટરની લીલા લહેર, એકજ જગ્યાએ વારંવાર કામ મળતા ઘી કેળા





શહેરના કાશી વિશ્વનાથ મંદિરથી શ્રેયસ હાઈસ્કુલ સુધીના ત્રણ રસ્તા સુધીના લાલબાગ બ્રિજ પર પાલિકા દ્વારા પુનઃ રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે એક મહિના પહેલા જ પાલિકા દ્વારા લાખોના ખર્ચે આજ રોડ ઉપર ડામર ઉખાડીને તેને રીસરફેસિંગ કરવામાં આવ્યો હતો.રિસરફેસીંગ કરાયા બાદ પણ લાલબાગ બ્રિજ પર ખાડા દેખાતાં ઈજારદારની હલકી ગુણવતા સાથે કામ થયુ હોવાની માહિતી સામે આવી છે. જો કે ઇજારદારની આ લોલમલોલ કામગીરીને બચાવવા પાલિકાના બ્રિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રોડ પર પડેલ ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે. ખાડા પડવાની ઘટનાને લઈને પાલિકાનું તંત્ર દોડતું થયું છે અને નુકશાન થયેલ એટલા રોડ પર ફરી રીસરફેસિંગ કરવાની કામગીરી શરૂ કરી છે. થોડા મહિના પહેલાં જ લાલબાગ બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન સાથે આ બ્રિજ ઉપર રીસરફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ 75 થી 80 લાખના ભાવ મંજૂરી સાથે પી ડી કન્સ્ટ્રક્શનને આ ઇજારો આપવામાં આવ્યો હતો. સમગ્રબ્રિજ ઉપર 15,000 સ્કવેર મીટરની કામગીરી કરવામાં આવી હતી જેમાં 10 મીટર સ્કવેર ના રોડ પર ખાડા માલુમ પડતા તેને ફરીથી દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પાલિકાના અધિકારીના કહેવા મુજબ બ્રિજ બન્યાના કેટલાક વર્ષો પછી રોડ પરના કોન્ક્રીટ બિહેવિયરનો અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસ દરમિયાન જ લાલબાગ બ્રિજ ઉપર રોડનીરીસરફેસિંગની કામગીરીની આવશ્યકતા જણાઈ હતી અને તે માટે જ પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડીને આ કામનું ઈજારો પી ડી કન્સ્ટ્રક્શન ને આપવામાં આવ્યો હતો. અલબત્ત ઈજારો. મળ્યા બાદ લાલબાગ બ્રિજ ઉપર ત્રણ તબક્કામાં આ કામગીરી જે તે ઇજારદાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ માત્ર એક મહિનામાં ટૂંકા ગાળામાં વરસાદી મોસમ વચ્ચે લાલબાગ બ્રિજ ઉપર ખાડા દેખાતા પાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. અહીં પ્રશ્ન એ પણ થાય છેકેબાર વર્ષના ટૂંકા ગાળામાં લાલ બ્રિજ ઉપર રીસફેસિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અગાઉ બનાવેલ અગાઉ કરેલ ઈજારદાર તેમના કામ ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે. સવા કરોડના ખર્ચે બનાવેલ રીસર્ફરસિંગ વાળા રોડ ઉપર ખારા પડતા પાલિકાનો આ લાલબાગ બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બહુમતીના જોરે સતાપક્ષના દ્વારા આવા કામોમાં બહાલી લઈને કામોને પાસ કરાવી તેનું પેમેન્ટ પણ કરી દેવામાં આવે છે. પાલિકા અને ઇજારદારની મિલીભગતને કારણે પ્રજાના ટેક્ષના રૂપિયાનો વ્યવ થાય છે.

Most Popular

To Top