બુધવારના રોજ શહેરના વારસીયા થી સદગરુ સ્વામી ટેઊરામ મહારાજ ના 138 મા જન્મ ઉત્સવ નિમિતે શોભા યાત્રા યોજાઇ હતી.
વારસીયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાન ખાતે સદગરુ સ્વામી ટેઊરામ મહારાજના 138મા જન્મ ઉત્સવ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બુધવારના રોજ સાજે પાંચ કલાકે સદગરુ સ્વામી ટેઊરામ મહારાજની શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાન થી નીકળી હતી આ રથયાત્રા સિંધુ સાગર થઈને રૂપલ સોસાયટી થી -શીવવાટીકા-મોતીનગર-શગુન હોલ-જુના આર ટી ઓ -જે કે કોર્નર -સિધી બેન્ક – હરિસેવા થઈ ને રાતે 9 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સ્થાન પર વિશ્રામ પામી હતી આ પ્રસંગે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના મુકેશ સાઈએ જણાવ્યુ હતુ કે, દેશના અલગ અલગ શેહરોમાંથી સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામા જોડાયા હતાં. વધુમાં અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે, શોભાયાત્રામા બહારથી તથા શહેરના સંતો તેમજ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતાભક્તિના રંગે લોકો રંગાયા હતા શોભાયાત્રામા હનુમાનજી તથા ભગવાન શિવના વેશભૂષા થી લોકો પ્રભાવિત થયા હતા. પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખૂબ સારો સહયોગ આપી શોભાયાત્રા માર્ગમાં વ્યવસ્થા કરી હતી. ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સદગરુ સ્વામી ટેઊરામ મહારાજના 138મા જન્મ ઉત્સવ નિમિતે શોભાયાત્રા યોજાઇ
By
Posted on