Sports

બુમરાહ-મંધાના ICC પ્લેયર ઓફ ધ મન્થઃ પહેલી વાર એક જ દેશના મેન્સ અને વિમેન્સ ખેલાડીઓની પસંદગી

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ઓપનર સ્મૃતિ મંધાનાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ (Award) આપવામાં આવ્યો છે. ICCએ મંગળવારે જૂન મહિનાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની જાહેરાત કરી. આ પ્રથમ વખત છે જ્યારે એક જ દેશના ખેલાડીઓએ એક જ મહિનામાં પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં એવોર્ડ જીત્યા હોય.

બુમરાહ ઉપરાંત પુરુષોની શ્રેણીમાં T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝને પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા, જ્યારે મહિલા વર્ગમાં ઈંગ્લેન્ડની મૈયા બાઉચિયર અને શ્રીલંકાની વિશ્મી ગુણારત્ને દોડમાં હતા.

બુમરાહે દરેક મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ T20 વર્લ્ડ કપમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 8 મેચમાં 4.17ની ઈકોનોમી સાથે બોલિંગ કરી અને 15 વિકેટ પણ લીધી. તે ટીમ ઈન્ડિયાનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામે શાનદાર રમતનું પ્રદર્શન
મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની બે મેચમાં બે સદી ફટકારી હતી. મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ બે મેચમાં 113 અને 136 રનની ઇનિંગ્સ રમી હતી. ત્રીજી મેચમાં તેના બેટથી 90 રનની ઇનિંગ જોવા મળી હતી. આ પછી મંધાનાએ ટેસ્ટમાં પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું અને 149 રનની ઇનિંગ રમી, જેના આધારે ભારતીય મહિલા ટીમે મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 603 રન બનાવ્યા હતા અને ત્યારબાદ તેણે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

Most Popular

To Top