Business

મોબાઈલ ઉત્પાદક ચીની કંપનીએ ભારતમાં ઈલેક્ટ્રીક કાર પ્રદર્શિત કરી, 3 સેકન્ડમાં 100ની સ્પીડ પકડી લે છે

બેંગ્લુરુ: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ભારતમાં તેની ઈલેક્ટ્રીક કાર ટેસ્લાનું ઉત્પાદન શરૂ કરવા હવાતિયાં મારી રહ્યો છે ત્યારે બીજી તરફ ચીનની કંપનીએ ભારતમાં તેની ઈલેક્ટ્રીક કાર લોન્ચ પણ કરી દીધી છે.

આજે તા. 9 જુલાઈને મંગળવારના રોજ ચીનની કંપની શાઓમી (Xiaomi) દ્વારા ભારતમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીએ આ ઈવેન્ટમાં તેની ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી હતી. આ કારનું નામ Xiaomi su7 છે. આ કારની ટોપ સ્પીડ 265 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે માત્ર 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિલોમીટરની ઝડપ પકડી લે છે.

જોકે શાઓમી એ બેંગલુરુમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન સ્માર્ટફોન રેડમી 13 5જી લોન્ચ કર્યો છે, જે એક સસ્તો સ્માર્ટફોન છે. આ સિવાય ટીડબ્લ્યુએસ અને પાવર બેંક પણ લોન્ચ કરવામાં આવી હતી. ઈવેન્ટમાં આખરે કંપનીએ કાર લોન્ચ કરી હતી. કંપનીએ હજુ સુધી આ કારને ભારતમાં લોન્ચ કરી નથી. તેણે માત્ર તેને શોકેસ કરી છે. લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

શાઓમી એસયુ 7 (Xiaomi SU 7) કારના ફીચર્સ
શાઓમી એ ઈવેન્ટ દરમિયાન પોતાની ઈલેક્ટ્રિક કારના ફીચર્સ જાહેર કર્યા હતા. કંપનીએ કહ્યું કે, આ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર છે અને તેનું નામ શાઓમી એસયુ 7 (Xiaomi SU 7) છે. આ કાર માત્ર 2.78 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. જ્યારે 0-200 કિમીની સ્પીડ 10.67 સેકન્ડમાં પહોંચી જાય છે. તેની ટોપ સ્પીડ 265 કિલોમીટર પ્રતિ કલાક છે.

Most Popular

To Top