Charchapatra

જિંદગીનું સત્ય

એક દિવસ એક છોકરો ગાર્ડનના એક ખૂણામાં બેસીને રડતો હતો.આસપાસન અલોકોએ તેને જોયો પણ કોઈ તેની પાસે ગયું નહિ એક રીટાયર પ્રોફેસર આન્ટી વોક પર આવ્યા હતા તેઓ તે યુવાન પાસે ગયા અને તેની બાજુમાં બેઠા.યુવાન મોઢું છુપાવી રડી રહ્યો હતો.આન્ટીએ તેને પોતાની પાસેનું પાણી આપ્યું…યુવાને પહેલા ના પાડી..પછી આન્ટીએ ફરી આગ્રહ કર્યો એટલે બે ઘૂંટડા પાણી પીધું.

પાણી પીવાથી તે થોડો શાંત થયો પણ હીબકા ચાલુ હતા,તે ઉભો થઈને ત્યાંથી જવા ગયો પણ આન્ટીએ હાથ પકડીને બેસાડ્યો.કઈ પૂછ્યું નહિ.માત્ર તેનો હાથ પકડી રાખ્યો.યુવાન ફરી રડવા લાગ્યો અને બોલ્યો, ‘મને જવા દો…મારા જીવનમાં રડવા સિવાય કઈ બચ્યું જ નથી…બેકાર છું કોઈ નોકરી આપતું નથી ..નોકરી નથી એટલે કોઈ માન કે પ્રેમ આપતું નથી ..માતા પિતા પર બોજ છું ..કુટુંબમાં કોઈ માન આપતું નથી …કોઈ મદદ પણ કરતું નથી ..કયા જાઉ કઈ સમજાતું નથી.’

પ્રોફેસર આન્ટીએ ફરી પાણી આપ્યું અને બોલ્યા, ‘જો યુવાન મિત્ર, આપના બધાની જિંદગીનું સત્ય છે કે જીવનમાં આપણનિ જે જોઈએ જેટલું જોઈએ તેટલું ક્યારેય મળતું નથી.પણ હા એ પણ હકીકત છે કે જીવનમાં તમે જે ચાહો ,જેટલું ચાહો તેટલું આપી શકો છો.તું કોઈ કઈ આપતું નથી ની ફરિયાદ છોડ અને તું આપવાનું શરુ કર .’ યુવાને કહ્યું, ‘હું શું આપું ?? મારી પાસે તો નોકરી પણ નથી, પૈસા નથી તો કોને  કયાંથી આપું ?? શું આપું ??’

પ્રોફેસરે કહ્યું, ‘દોસ્ત,તને કોણે કહ્યું કે જેની પાસે નોકરી હોય અને પૈસા કમાતા હોય તે જ કઈ આપી શકે ??તું તારા  …માતા પિતાને પ્રેમ અને આદર તું આપ …કોઈ રડતા ચહેરાને મદદ કરી સ્મિત આપ ..કોઈ જરૂરિયાતમંદને તારી સેવા આપ …તું કોઈ દુઃખીને તારો સાથ આપ …નોકરી નથી મળતી તો નાનો ધંધો શોધ અને મહેનત કર કદાચ તારી મહેનત રંગ લાવે તો તું બીજાને નોકરી આપી શકીશ ..ખુશી આપી શકીશ.યાદ રાખજે કે નાના નાના પ્રયાસ આપણા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.’ પ્રોફેસર આન્ટીએ પોતાની વાતોથી નિરાશ રડતા યુવાનમાં આશા પૂરી તેને જીવનની સુંદર હકીકત સમજાવી.  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top