નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) રશિયાના બે દિવસના પ્રવાસે છે. અહીં વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિના નોવો-ઓગાર્યોવો નિવાસસ્થાને મળ્યા હતા. તેમજ બંને નેતાઓએ અનૌપચારિક બેઠક પણ કરી હતી અને મીટિંગમાં રશિયા-ભારતના સંબંધો તેમજ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારે પીએમ મોદીને આ મુલાકાત દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. જેમાં રશિયાએ રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીય સૈનીકોને સ્વદેશ પરત લાવવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો.
મંગળવારે વિસ્તૃત વાતચીત થશે
પોતાની રશિયા મુલાકાતની વાત કરતા વડાપ્રધાન મોદીએ રશિયન ભાષામાં એક ટ્વીટ કરી હતી. આ સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે પુતિન અને મોદી દ્વિપક્ષીય વાતચીત શરૂ કરશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ એક ખાનગી વાતચીત તેમજ સત્તાવાર રશિયા-ભારત સંવાદ રહેશે.” જો કે, બંને નેતાઓ આ પછી પ્રેસને કોઈ નિવેદન આપશે નહીં, ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “મીડિયા સાથે કોઈ સંયુક્ત નિવેદન કે વાતચીતની સંભાવના નથી. પરંતુ અમે ખાનગી અને વિસ્તૃત બંને સત્રોમાં થયેલી ઘટનાના મંતવ્યો જાહેર કરીશું.
પુતિને પીએમ મોદીના વખાણ કર્યા
વ્લાદિમીર પુતિને તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરી હતી. ત્રીજી વખત પીએમ બનવા પર મોદીને અભિનંદન આપતા પુતિને કહ્યું કે આ કોઈ સંયોગ નથી, પરંતુ તમારા ઘણા વર્ષોના કામનું પરિણામ છે. તમે ખૂબ જ મહેનતુ વ્યક્તિ છો, ભારત અને ભારતીય લોકોના હિતમાં કામ કરવામાં સક્ષમ છો. પુતિને કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમનું આખું જીવન તેમના લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને લોકો મોદીના આ સમર્પણને અનુભવી શકે છે.
વડાપ્રધાન મોદીની પુતિન સાથે ખાનગી બેઠક થઈ
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન, બંને નેતાઓ વચ્ચે ખાનગી મુલાકાત પણ થઈ હતી અને તેઓએ સાથે ખાનગી ડિનર પણ કર્યું હતું. PM મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. ત્યારે લગભગ પાછલા પાંચ વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ પહેલી મુલાકાત છે. તેઓ છેલ્લે 2019માં રશિયા ગયા હતા.