SURAT

VIDEO: સુરતના મકાન માલિકે મુંબઈની યુવતીને કેમ બેરહેમીથી મારી?, સામે આવ્યું સાચું કારણ…

સુરત: સમયસર ભાડુ નહીં આપનાર યુવતીને મકાન માલિકે બેરહેમીથી માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સુરત શહેરના ઉમરા વિસ્તારની આ ઘટનામાં યુવતીએ મકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.

  • સુરતમાં ભાડુ વસુલવા મકાન માલિકે બર્બરતા આચરી
  • ભાડુ ન આપનાર યુવતીને મકાન માલિકે ઢોર માર માર્યો
  • સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ઘટના
  • મુંબઈની યુવતીઓ પર સુરતમાં મકાન માલિકનું અમાનુષી વર્તન
  • ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને ઘરમાં ઘુસી ફટકારી
  • યુવતીઓએ મકાન માલિક અને તેના સાગરિતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 22 વર્ષીય યુવતીએ મકાન માલીક જયેશભાઇ, એક ઇલેકટ્રીસિટી ચેક કરનાર વ્યક્તિ અને બે અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે મુંબઈ ખાતે રહે છે અને સુરતમાં વેડિંગ ઇવેન્ટમાં કામ કરે છે. તે મુંબઈથી સુરત આવી ભાડે રાખેલા મકાનમાં ગઈ હતી. જે મકાન તેમના કો-ઓર્ડિનેટર અસગર શેખ દ્વારા ભાડેથી લેવામાં આવ્યું હતું. જેનું ભાડુ તેઓ સમયસર ભરી દે છે.

બંગલાના માલિક જયેન્દ્રભાઈ ચંપકલાલ મનવાવાલા (ઉ.વ.51) ત્યાં આવ્યા હતા. તેમને મકાનમાંથી નીકળી જવા માટે જણાવ્યું હતું. જેમાં તેમની માથાકૂટ થઈ હતી. જયેન્દ્રએ યુવતીઓ સાથે મારઝૂડ કરી હતી. સાથે સાથે યુવતીએ આક્ષેપ કર્યો છે કે આરોપીએ કોલર પકડીને કપડાં કાઢી નાખવાની ધમકી આપી હતી. જેથી છેડતીની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ મકાન માલિકે પણ ફરિયાદ કરી છે અને તેમને આંખ પર વાગતા તે પણ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના બની ત્યારે બીજી બે યુવતીઓ ભાગી ગઈ હતી.

યુવતીએ બચાવમાં જયેશભાઈને બચકુ ભર્યું
જયેશભાઇએ યુવતીને ગળાના ભાગે હાથ આડો કરી તેના ખભાના ભાગે ટી-શર્ટ પકડી ‘આજ તેરે કપડે નિકાલ કે તુજ કો બતાતા હુ કી મૈ કોન હું’ તેમ કહી ઇજ્જત લેવાની કોશીશ કરી હતી. અને યુવતીએ પોતાના બચાવમાં જયેશભાઇને હાથ ઉપર બચકુ ભરી લીધું હતું. અને કોણી વડે તેના નાક ઉપર માર્યું હતું. જયેશભાઇએ યુવતીને પલંગ પરબેસાડીને તેનાના વાળ ખેચ્યા હતા.

શા માટે મારી તે મને ખબર નહોતી?: પીડિતા
આ સમગ્ર મામલે પીડિત યુવતીનું જણાવ્યુ છે કે, મને ખબર ન હતી કે મને શા માટે મારવામાં આવી રહ્યા છે, હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં. તે લોકો મને મારા માથા, હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા. મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો. ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો હોવાનું પછી ખબર પડી. મેનેજર એ ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી. બાદમાં અમારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તે અમારા પર ચોરીનો આરોપ લગાવશે.

આ કારણથી મકાન માલીકનો ઝઘડો થયો
ફરિયાદમાં જણાવ્યા મુજબ અસગર શેખના મુંબઈમાં લગ્ન હતા. અને બે દિવસ પહેલા જ ભાડા કરાર પૂરો થઈ ગયો છે. જેથી માલિકે અસગર શેખને મકાન ખાલી કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ આ છોકરીઓને નહોતી ખબર કે મકાન ખાલી કરાવવાનું છે. એટલે આ છોકરીઓ ત્યાં ગઈ ત્યારે મકાન માલિક આવ્યા હતા અને કહ્યું હતું કે મકાન ખાલી કરાવી નાંખ્યું છે તો તમે કેમ આવ્યા? કહીને ઝઘડો કર્યો હતો.

Most Popular

To Top