Charchapatra

અમેરિકા જ ક્રિકેટનો જનક

ઇંગ્લેન્ડની કોર્ટમાં 1557માં કેસ ચાલ્યો હતો ત્યાં પુરવાર થયું હતું કે 1550નાં વર્ષોએ ક્રિકેટના શરૂઆત 1861 થી 1865 સુધી ચાલેલા સિવિલ વોર પહેલાં અમેરિકમાં ક્રિકેટની જ બોલબાલા હતી. ન્યૂયોર્કથી સાનફ્રન્સિકો સુધી રમાતી હતી. ફિલાડેલ્ફિયા નગર ક્રિકેટનું હતું. ઘરેઘર ગલી ક્રિકેટર હતા. અમેરિકા મૂળભૂત રેડ ઇન્ડિયનોનો દેશ મને તો આજેય ક્રિકેટમાં રસ નથી. અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ છે. ક્રિકેટની જેમ એમાં પણ ધોકાવાળી જ કરવાની હોય એ તો નવી રમત છે. સૈનિકો નવરાશના સમયમાં રમતા હતા એમાં બેટ-બોલ અને ચાર ખૂણા અમેરિકાના પ્રથમ પ્રમુખ જયોર્જ બોશિંગ્ટન પણ ક્રિકેટ રમ્યા હતા. શિકાગો અને મિલ વકી વચ્ચેની મેચ જોવા તો અબ્રાહમ લિંકન પધાર્યા હતા.

પણ ક્રિકેટમાં જેવું સચીનનું સ્થાન છે એવું સ્થાન અમરિકી બેઝબોલમાં આજે હેરીનું છે. કેનેડામાં 1785માં ક્રિકેટ રમાતી હોવાની નોંધ થઇ છે. 1827માં જયોર્ક બાર્બરે ટોરેન્ટો ક્રિકેટ કલબની સ્થાપના કરી હતી. કેનેડિન ક્રિકેટના પિતા કહેવાય છે. અમેરિકા મૂળભૂત રીતે માઈગ્રન્ટ પ્રજાનો દેશ છે. 1965માં અમેરિકી ક્રિકેટ એસોસિયેશન સ્થપાયું એણે ખાસ કંઇ ઉકાળ્યું નથી. એટલે 2017માં ઇન્ટરનેશનલ કાઉન્સિલે  અમેરિકાને કાઢી મૂકયું. પણ 1919માં એની ક્રિકેટપ્રેમીઓ નવા સંગઠન સાથે જોડાયા. 1900ની સાલમાં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થયો પણ સ્થાન નથી. 2028ના રમતોત્સવમાં ફરી ક્રિકેટનો સમાવેશ થઇ રહ્યો છે. વળી એનું યજમાન પણ અમેરિકા જ છે ત્યાં ક્રિકેટનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે. એ ક્રિકેટમાં રૂપિયાની રેલમછેલ છે. એટલે અમેરિકા ક્રિકેટમાં રસ લઇ રહ્યું છે.
ગંગાધરા    – જમિયતરામ હ. શર્મા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે,

નીટ પરીક્ષા
નીટ પરીક્ષાલિકેજ વિશે કડક અભિગમ જરૂરી છે.દેશમાં આજે મેડીકલ પ્રવેશ માટેની ‘નીટ’ પરીક્ષામાં લીકેજના પ્રશ્ને ધમધમાટ ચાલે છે. જેમાં આપણા ગુજરાતનું ગોધરા અને બિહારનું પટના નામ મિડિયામાં ચમકેલ છે. આ ગંભીર પ્રશ્ને આજે દેશના રાજકીય પક્ષોની સ્વાર્થી રાજનીતિ વિદ્યાર્થીઓને હાથો બનાવીને પોતાની ગંદી રાજનીતિનો રોટલો શેકવાની ચાલુ થયેલ હોવાથી નીટનો પ્રશ્ન વધુ ગૂંચવી રહ્યો છે.

વિદ્યાર્થીઓએ પણ એ રાજકીય પક્ષોના હાથા બનવાની જરૂર નથી.દેશની અનેક પરીક્ષાઓ લઈ રહેલ એન.ટી.એ.એ આ વખતે નીટના ખોટા લીધેલા નિર્ણયોને કારણે સકંજામાં આવેલ છે ત્યારે નીટ પ્રશ્ને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી વધુ કડક પગલાંઓ સત્વરે લેવાની જરૂર છે.ચીનમાં નીટ કરતાં પણ અનેકગણી મોટી અને લગભગ એક કરોડ ચોંત્રીસ લાખ વિદ્યાર્થીઓની એક માત્ર ગોકો (GAOKAO) પ્રવેશ પરીક્ષા દર વર્ષે પૂરા બે દિવસ સુધી લેવાય છે. આ પરીક્ષા વિશ્વની સૌથી મોટી અને સૌથી કઠીન પરીક્ષા મનાય છે. બંને દિવસ દસ-દસ કલાકની પરીક્ષા હોય છે.

750 માર્કની પરીક્ષામાંથી 650 માર્ક તો મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ લાવવા જ પડે છે. વર્ષ 2016થી ચીનમાં કાયદો પ્રવર્તે છે કે આ પરીક્ષામાં ગરબડ કરનાર કે તેમાં સામેલ થનારને કોઈ પણ કાનૂની પ્રક્રિયા વગર સાત વર્ષ માટે જેલભેગો કરાય છે અને તેથી ચીનની આ પરીક્ષામાં નથી કોઈ પેપર ફૂટતું કે નથી કોઈ ગરબડ થતી. આપણી કેન્દ્ર સરકારે ચીનની આ જરૂરી પધ્ધતિ અને કાયદાઓ કડકપણે અપનાવવાની જરૂર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પેપર લીક માટે જે અતિ કડક કાયદાઓની તાજેતરમાં જાહેરાત કરેલ છે તે દેશનાં અન્ય રાજ્યોએ પણ વિના વિલંબે પેપર લીક અટકાવવા લાગુ કરવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે,

Most Popular

To Top