Panchmahal

હાલોલના વરસડા ગામે 50 થી 60 ફૂટ જેટલા ઊંડા કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું ફાયર ફાઈટરની ટીમ દ્વારા રેસ્ક્યું..

હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા ખુમાનસિંહ નામના ઇસમના ખેતરમાં આવેલા કુવામાં ગતરાત્રિના સુમારે રાષ્ટ્રીય પક્ષી મોર અકસ્માતે પડી જવાની ઘટના બનવા પામી હતી જેમાં આજે રવિવારે સવારે 10:00 વાગ્યાના અરસામાં ખુમાનસિંહ પોતાના ખેતરમાં જતા ખેતરમાં આવેલા પાણી ભરેલા અંદાજે 50 થી 60 ફૂટ જેટલા ઊંડા કૂવામાં મોર પડેલો જોવા મળતા અને મોર કુવામાંથી બૂમાબૂમ કરતો હોઇ તાત્કાલિક બનાવ અંગેની જાણ વરસડા ગ્રામ પંચાયતના સદસ્ય મયંકભાઈ વરિયાને કરાઈ હતી જેમાં મયંકભાઈ વરિયા દ્વારા બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરતા ફાયર ફાઈટરની ટીમના કર્મચારી જયેશ કોટવાળ, વાય.કે.પટેલ,પંકજ રાઠવા અને રાકેશભાઈ સહિતની ટીમ તાબડતોડ વરસડા ગામે ખુમાનસિંહના ખેતરમાં આવી પહોંચી હતી અને 50 થી 60 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતા પાણી ભરેલા કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરને બહાર કાઢવા માટેનું દિલધડક અને જોખમી રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ દોરડાની નિસરણી અને દોરડાની મદદથી કુવાની અંદર ઉતરી દિલધડક અને જોખમી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી આજે રવિવારે સવારે 11:00 વાગે ભારે જહેમત બાદ ભારે સલામતી અને સાવચેતીપૂર્વક મોરને કૂવામાંથી બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં કૂવામાંથી બહાર કાઢાયેલા મોરને વન વિભાગના અધિકારી સતિષ બારીયાના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે આવેલ ધોબી કુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે વન વિભાગના હવાલે કરાયો હતો.

Most Popular

To Top