Panchmahal

હાલોલમાં જગન્નાથજીની રથયાત્રામાં ઘોડાપૂર ઉમટ્યું

હાલોલ નગરના રાજમાર્ગો પર ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે રાજમાર્ગો ગુંજી ઉઠ્યા.

આજે અષાઢી બીજના પાવન દિવસે હાલોલ નગરના રાજમાર્ગો પર વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે ભવ્ય ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. કંજરી ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજના માર્ગદર્શન, સંતો મહંતોની હાજરીમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે રથયાત્રાનો શુભારંભ હાલોલ નગરની મધ્યમાં મંદિર ફળિયા આવેલ ભગવાન શ્રી છગન મગનલાલજી હવેલી મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં કંજરીના શ્રી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજ અને વૈષ્ણવ સંપ્રદાયના પરમ પૂજ્ય પંકજકુમાર મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિમાં ભારે ભક્તિ વાતાવરણમાં જય ” રણછોડ માખણ ચોર ” અને ” જય જગન્નાથના ” ગગનભેદી નારાઓ સાથે નીકળેલી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા. જ્યારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક રાજકીય તેમ સામાજિક અગ્રણીઓ તેમજ નગરના અનેક મહાનુભાવો પણ ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે રથયાત્રામાં જોડાયા હતા. જેમાં નગરની મધ્યમાં મંદિર ફળિયા ખાતેથી ભક્તિમય વાતાવરણમાં ભારે આસ્થા અને શ્રદ્ધાભેર નીકળેલી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નગરના મુખ્ય બજાર,ચોકસી બજાર અને સ્વામિનારાયણ પોલીસ ચોકી ખાતે થઈ પાવાગઢ રોડ ખાતે પહોંચી હતી. જેમાં સ્વામિનારાયણ પોલીસ ચોકી પાસે પહોંચેલી આ રથયાત્રાનું હાલોલના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. રથયાત્રામાં સામેલ સંતો મહંતો અને તેમજ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત તમામ મહાનુભાવોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ફુલહાર કરી તેમજ પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું. જયારે ભગવાન શ્રી જગન્નાથજીના રથ પર પણ મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી અને રથયાત્રામાં સામેલ તમામ ભાવિક ભક્તોને ઠંડાપીણાનું વિતરણ કરી કોમી એકતાની અનોખી મિસાલ આપવામાં આવી હતી. રથયાત્રાના રૂટમાં આવતા વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય રોડ રસ્તાઓ પર પણ ઠેર ઠેર ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું હિન્દુ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ઠેર ઠેર ઠંડા પીણા અહીં ઠંડા પાણીના બોટલો સહિતની ચીજ વસ્તુઓનું ભાવીક ભક્તોને વિતરણ કરાયું હતું. સમગ્ર રથયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના અને ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવાની આતુરતાથી રાહ જોઈ ઉભા રહેલા ભાવિક ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવા સહિત ભગવાન શ્રી જગન્નાથજીના રથને ખેંચી ધન્યતા અનુભવી હતી. જ્યારે સમગ્ર રૂટ દરમિયાન અનેક મહાનુભાવો તેમજ ભગવાન શ્રી જગન્નાથજી ઉત્સવ સમિતિના તમામ અગ્રણીઓ દ્વારા પણ ભગવાન શ્રી જગન્નાથજીના રથને શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ખેંચી ધન્યતા અનુભવવામાં આવી હતી જેમાં રથયાત્રામાં સામેલ હજારો ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથજીનો ગગનભેદી જયધોષ કરી મુકતા સમગ્ર હાલોલ નગરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર નગર જગન્નાથમય બન્યું હતું. જે જે બાદ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પાવાગઢ રોડ થઈ બસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જે બાદ વડોદરા રોડ ખાતે રેકડીના નાળા પર થઈ સટાક આંબલી ખાતે પહોંચી હતી અને ત્યાંથી પરત મંદિર ફળિયા ખાતે આવેલ ભગવાન શ્રી છગન મગન લાલજી મંદિર હવેલી ખાતે આવી સંપૂર્ણ થઈ હતી. જેમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કોમી ભાઈચારાના વાતાવરણ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસની બાજ નજર હેઠળ ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નગર ના રાજમાર્ગો પર રંગેચંગે યોજાઇ હતી.

Most Popular

To Top