કવાટમાં આજરોજ બપોરે બે કલાકે વરસાદ ખાબક્તા ઠંડકની લહેર પ્રસરી હતી. કવાંટ તાલુકાની ૯૦ ટકા આદિવાસી પ્રજા ચોમાસાની ખેતી પર નભે છે. ખેતીલાયક વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. કવાંટની કરા નદીમાં ઉનાળાની શરૂઆતથી જ પાણી સુકાઈ ગયું હતું. જેમાં ઉપરવાસમાં વરસાદ ખાબકતા કરા નદીમાં નવા નીર આવતા પ્રજામાં આનંદ જોવા મળ્યો હતો. આજરોજ બપોરે બે કલાકે વરસાદ ખાબક્તા ઠંડકની લહેર પ્રસરી હતી. કવાટ તાલુકાની ૯૦ ટકા આદિવાસી પ્રજા ચોમાસાની ખેતી પર નભે છે. બિયારણની વાવણી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ખેતીલાયક વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર કવાટ તાલુકામાં ચોમાસામાં વરસાદના આગમનની રાહ જોતા હોય છે અને પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. ચાલુ વર્ષે તમામ ખેડૂતો વરસાદના આગમન પહેલા જ બિયારણનું વાવેતર કરી નાખેલ અને ચાલુ વર્ષે ખેતીલાયક વરસાદ પડી રહ્યો છે. ગતરોજ પણ કવાટ તાલુકામાં સવારે છ કલાકથી બપોરના બાર કલાક આમ છ કલાક સુધી ધીમી ગતિએ વરસાદ ખાબક્યો હતો આજરોજ બપોરે બે કલાક બાદ વરસાદનો આગમન થતાં કવાટ નગર નું બજાર સુમસામ થઈ ગયુ હતું.
કવાંટમાં વાવણીને ફાયદાકારક વરસાદથી ખેડૂતો ખુશ
By
Posted on