સુરત: (Surat) શહેરમાં એક બાજુ પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો ઉપર ધાક જમાવવાની વાત કરાય છે. ત્યાં બીજી બાજુ કાયદો-વ્યવસ્થાના ધોળા દિવસે જ નહીં પણ કરફ્યુના સમયે પણ છીંડા ઊડી રહ્યા છે. શહેરમાં એક જ દિવસે હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવતા પોલીસનો (Police) કાફલો દોડતો થયો હતો. રેલવેની હદમાં બપોરે મહિલાની હત્યા બાદ કરફ્યુના સમયે ગોડાદરામાં બુટલેગર અને લિંબાયતમાં રીઢા ગુનેગારની હત્યાથી (Murder) શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જેથી એક વાત ચર્ચાઈ રહી છે કે ગુનેગારો હત્યા, લૂંટ જેવા ખતરનાક અપરાધોને અંજામ આપવા માટે કર્ફ્યુનો (Curfew) સમય પસંદ કરી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી શહેરમાં કર્ફ્યુના સમયે હત્યાના બનાવો વધી રહ્યાં છે એવામાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન સુરત પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં આજે ત્રણ જુદી જુદી હત્યાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં બપોરે રેલવેપોલીસની હદમાં મહિલાની હત્યાને પગલે રેલવે પોલીસ દોડતી થઇ હતી. ત્યારબાદ કર્ફ્યું સમયે રાત્રે શહેરના સૌથી સંવેદનશીલ ગણાતાલિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની બે અલગ અલગ ઘટના સામે આવી હતી. લિંબાયત વિસ્તારમાં રહેતા 22 વર્ષીય મોસીનખાન સલીમ ખાન પઠાણની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ જંગલસા બાવાની દરગાહ પાસે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યાકરવામાં આવી હતી. મોસીન અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો અને રીઢો ગુનેગાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોસીનની હત્યાંમાં અન્ય ત્રણ થી ચાર અજાણ્યાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોહીલસીટી વિરુદ્ધ પણ અગાઉ મારામારી સહિત અનેક ગુનાઓ દાખલ છે.
જ્યારે બીજી ઘટના શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરની બહાર બનવા પામી હતી. ગોડાદરા ખાતે રહેતા સુરેશ ઉર્ફેસુર્યાને કેટલાક અજાણ્યાઓએ હનુમાન મંદિરની બહાર જ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી પતાવી દીધો હતો. આ ઘટના પણ કરફ્યુનાસમયે બનતા પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઊડતા દેખાયા હતા. સુરેશ ઉર્ફે સુર્યા બુટલેગર હોવાની સાથે રીઢો ગુનેગાર હોવાનું જાણવામળ્યું છે. પોલીસે બંને હત્યાની ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. શહેરમાં એક જ દિવસે હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવતા પોલીસનો કાફલો દોડતો થયો હતો.