Sports

ઝિમ્બાબ્વે T-20 સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર, IPLના આ 3 સ્ટાર ખેલાડીઓને મળી તક

નવી દિલ્હી: આજે બીસીસીઆઈએ ઝિમ્બાબ્વે ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં ત્રણ નવા ખેલાડીઓને તક મળી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને પ્રથમ બે T20 મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે.

નોંધનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી હતી. વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા હાલ બાર્બાડોસમાં છે. ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હજુ સુધી ભારત પરત ફરી નથી. તેનું કારણ ચક્રવાતી તોફાન હરિકેન બેરીલ છે. બીસીસીઆઈના અધિકારીઓ પણ ટીમ સાથે છે.

સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલનો તાજેતરના T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની 15 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને સ્થાને સામેલ કર્યા હતા. સાઈ સુદર્શન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં ગુજરાત ટાઇટન્સ માટે, જીતેશ શર્મા પંજાબ કિંગ્સ માટે અને હર્ષિત રાણા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા જોવા મળ્યા હતા.

આ ત્રણેય ખેલાડીઓ સંજુ, દુબે, જયસ્વાલ જેઓ શનિવારે તા. 6 જુલાઈથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણી માટે ઝિમ્બાબ્વે જનારી ટીમમાં સામેલ થશે. તેઓ પહેલા ટીમના બાકીના સભ્યો સાથે ભારત આવશે. આઈસીસી ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ હરારે માટે રવાના થશે. એટલે કે સંજુ સેમસન, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ પ્રથમ 2 મેચ બાદ ઝિમ્બાબ્વે માટે ટીમ સાથે જોડાશે.

આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, તેના ફોટા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવ્યા છે. જ્યાં ટીમ સાથે વીવીએસ લક્ષ્મણ પણ જોવા મળ્યા હતા, જે ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળશે. આ સિવાય બીસીસીઆઈએ ફોટો શેર કર્યા છે, જેમાં ટીમના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યા છે. તેમાં અભિષેક શર્મા અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ પણ સામેલ છે, જેઓ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ થયા છે.

ઝિમ્બાબ્વે સામેની બે T20 મેચ માટે ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટ કીપર), હર્ષિત રાણા.

ભારત સામે ઝિમ્બાબ્વેની ટીમઃ સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, તેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તદિવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુતા, બ્લેસિંગ મુઝારા, મૈરાબેલ, ડી. અંતમ નકવી, રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.

Most Popular

To Top