વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલીભગતનો ભોગ નગરજનોએ ભોગવવાનો વારો આવ્યો છે. શહેરનો કોઈ વિસ્તાર એવો નથી જ્યા રસ્તો બેસી ના ગયો હોય કે ભૂવોના પડયો હોય . વડોદરા શહેરના વોર્ડ નં-૩મા સમાવિષ્ટ કલ્યાણ નગર નવીનગરીમાં ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડાના કારણે વરસાદમાં સર્વત્ર કાદવ કિચડ થઈ ગયો છે. ભરાયેલા પાણીમાં પાણી જન્ય રોગો ભય અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આનાથી વિશેષ શરમજનક વાત તો એ છે કે ફળિયામાં એક મહિલાનું અવસાન થતાં સ્વજનોને અવરજવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડી હતી. ફળિયામાં રોડ રસ્તા દેખાતા જ ના હતા. માત્ર ભરાયેલા પાણી અને કાદવ કીચડ જોવા મળ્યો હતો. ત્યાંથી અવર જવર કરી ન શકાય એ પરિસ્થિતિ જોવા મળી હતી. આવીજ પરિસ્થિતિમાં પરિવારજનોએ સ્મશાન યાત્રા લઈ નીકળવું પડ્યું હતું . કારણ કે આવા કાદવ અને કીચડ વાળા રોડ પર ૧૦૮ એમ્યુલંસ lનાં ડ્રાઈવરે પણ આવવાની પડી હતી. સ્થાનિકોએ એકત્ર થઇ હોબાળો મચાવ્યો અને કાઉન્સિલર રૂપલ મહેતા પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યુ હતુ જ્યારે ઈલેકશન આવે ત્યારે રોડ રસ્તા બનાવી આપવા કીધું હતું ગટર લાઇન નાંખવાની વાત કરી હતી પરંતુ ત્યારબાદ કોઈ આવ્યું નથી. અમારા વિસ્તારના ૨૦૦ પરિવારને રેઢા છોડી દેવામાં આવ્યા હતા . પારાવાર ગંદકીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે .
કલ્યાણનગર નવી નગરીમાં કાદવ કીચડ વચ્ચે સ્મશાન યાત્રા કાઢવી પડી
By
Posted on