ધારાસભ્યે જણાવ્યું કે, હવે અણખોલ, ડભોઇનગર બાદ હવે ભાયલીની બહેનોને ગેસલાઇનની સુવિધાનો લાભ મળશે
*વીજીએલ તથા પાલિકાતંત્રના સહયોગથી હવે ગેસલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ થશે*
(પ્રતિનિધિ) વડોદરા તા. 01
વડોદરાની આસપાસના સાત ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં થઇ ગયો છે. હવે ધીમે ધીમે પાલિકા તંત્ર દ્વારા તે તમામ જગ્યાએ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે દર્ભાવતી (ડભોઇ) વિધાનસભામાં આવેલા અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં.10માં સમાવિષ્ટ એવા ભાયલી ગામમાં હવે થોડાક સમયમાં મહિલાઓને ગેસલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આજરોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ના હસ્તે નવીન ગેસલાઇનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ગેસલાઇનની સુવિધા ઉપલબ્ધ થતાં હવે ગૃહિણીઓને ગેસ સિલિન્ડરની પળોજણમાંથી છૂટકારો મળશે. વડોદરા ગેસ કંપની લિ.તથા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી ભાયલી વિસ્તારમાં નવીન ગેસલાઇનની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા),ભાયલી ગામના આગેવાનો તથા પાલિકાના પદાધિકારીઓ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાયલી મહિલાઓની સુવિધા વધશે
દર્ભાવતી (ડભોઇ) નગર,અણખોલ બાદ હવે દર્ભાવતી વિધાનસભા વિસ્તાર અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં.10 માં જેનો સમાવેશ થયો છે તેવા ભાયલી ગામમાં હવે નવીન ગેસલાઇન ઉપલબ્ધ થશે. આ સુવિધાઓ થી મહિલાઓની સુવિધામાં વધારો થશે આજે આ કાણગીરીના ખાતમુહૂર્તમા ઉપસ્થિત રહેવા બદલ ભાયલીની જનતાનો આભાર વ્યક્ત કરું છું.
-શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ધારાસભ્ય-દર્ભાવતી (ડભોઇ)
ભાયલીમાં ગેસ લાઈનનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત
By
Posted on