યુપીના વારાણસીમાં ભાજપના એક પૂર્વ ધારાસભ્યને માર મારવામાં આવ્યો હતો અને કાન પકડીને માફીની મંગાવવામાં આવી હતી.આને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કેસ વારાણસીના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભગતુઆ ગામ સાથે સંબંધિત છે. જ્યાં ઇન્ટર કોલેજના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા શંકર પાઠક પર એક વિદ્યાર્થીએ અભદ્ર કૃત્યનો આરોપ લગાવ્યો હતો.
પીડિતા વિદ્યાર્થીનીના આક્ષેપો અંગે માહિતી મળતાં તેના પરિવારજનો રોષે ભરાયા હતા. પરિવારે કોલેજમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા શંકર પાઠકને માર માર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વારાણસી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
માયાશંકર પાઠક એક સમયે વારાણસીમાં ભાજપના ધારાસભ્ય હતા અને હવે એમ.પી. સંસ્થા અને ઇન્ટર કમ્પ્યુટર કોલેજના નામથી ઇન્ટર કોલેજ ચલાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 2 દિવસ પહેલાનો છે.હાલ આ વિડિયોના કારણે ગામમાં લોકો ભારે રોષે ભરાયેલા છે અને પોલીસ છેડતીના આરોપ અને વિડીયો અંગે આગળ તપાસ કરી રહી છે.
વીડિયોમાં માયા શંકર પાઠક છોકરીના પરિવારની સામે કાન પકડીને માફી માંગતા જોવા મળી રહ્યો છે. તેની માફી અને જાહેર શરમના કારણે યુવતીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી ન હતી, પરંતુ આ ઘટના બાદ ગામની આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સલામતી સામે ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાથી માયાશંકરના પરિવારને પણ દુખ થયું છે. તેના પરિવારે યુવતીના પરિવારની માફી માંગી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ કાર્યવાહીની રાહ જોવાઇ રહી છે. પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.